ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમ્સન પિતા બન્યો
વેલિંગ્ટન, ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમનો કેપ્ટન કેન વિલિયમ્સ પિતા બની ગયો છે. તેની પત્ની સારાહે પુત્રીને જન્મ આપ્યો છે. વિલિયમ્સને સોશિયલ સાઈટ ઈન્સ્ટાગ્રામ પર પોતાની બાળકીને ખોળામાં લઈને ફોટો પોસ્ટ કરીને પોતાના ફેન્સની સાથે આ ખુશખબરી શેર કરી છે. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ પછી સત વિલિયમ્સનને શુભેચ્છાઓ મળી રહી છે. અને તે પહેલીવાર પિતા બનવાનો ભરપૂર આનંદ ઉઠાવી રહ્યો છે. ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમનો કેપ્ટન કેન વિલિયમ્સન પિતા બની ગયો છે. તેની પત્નીએ પુત્રીને જન્મ આપ્યો છે.
વિલિયમ્સનની કેપ્ટનશીપમાં ન્યૂઝીલેન્ડની ટીમે વેસ્ટ ઈન્ડિઝને ટી-૨૦ અને પછી ટેસ્ટ સીરિઝમાં હાર આપી હતી. કેન વિલિયમ્સને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની પુત્રીની તસવીરને શેર કરતાં આ વાતની જાણકારી આપી. કેન વિલયમ્સને વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી ટેસ્ટ સીરિઝ દરમિયાન શાનદાર બેટિંગ કરી હતી અને પહેલી ટેસ્ટ મેચમાં ૨૫૧ રનની શાનદાર ઈનિંગ્સ રમી હતી. ન્યૂઝીલેન્ડને ટીમે બંને ટેસ્ટ મેચ એક ઈનિંગ્સથી જીતી હતી. ટેસ્ટ મેચની પહેલાં કીવી ટીમે ટી-૨૦ સીરિઝને પણ ૨૦થી પોતાના નામે કરી હતી. જાેકે તે સીરિઝમાં કેન વિલિયમ્સન ટીમનો ભાગ ન હતો. અને ટીમ સાઉથીએ ટીમની કેપ્ટનશીપ સંભાળી હતી.SSS