કોંગ્રેસ અધ્યક્ષની ચુંટણી એપ્રિલમાં થઇ શકે છે,રાહુલ તૈયાર ન થાય તો પ્રિયંકા મેદાનમાં
નવીદિલ્હી, કોંગ્રેસ પાર્ટીમાં જારી વૈચારિક મતભેદ વચ્ચ એપ્રિલમાં પાર્ટી અધ્યક્ષ માટે સંગઠનાત્મક ચુંટણી કરાવવા પર વિચાર કરી રહી છે.પાર્ટી સુત્રોના જણાવ્યા અનુસાર એક એવી પ્રક્રિયા હશે જેી ૨૦૧૯ લોકસભા ચુંટણીમાં મળેલી હાર બાદથી થયેલ નુકસાનને ઓછીં કરી શકાસે માનવામાં આવે છે કે જાે રાહુલ ગાંધી ચુંટણી લડવા માટે તૈયાર ન થાય તો પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતારી શકાય છે.
સુત્રોના જણાવ્યા અનુસાર નેતૃત્વ સંગઠનાત્મક ચુંટણી પર વિવિધ વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે પરંતુ રાહુલ ગાંધીએ હજુ પણ પાર્ટીના નેતાઓને સંકેત આપ્યો નથી કે તે અધ્યક્ષ પદ માટે ચુંટણી લડશે કે નહી. એ યાદ રહે કે રાહુલ ગાંધીએ લોકસભા ચુંટણીમાં મળેલી હાર બાદ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધુ હતું અને ત્યારબાદ સોનિયા ગાંધી કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બન્યા હતં.
પાર્ટીના એક નજીકના નેતાએ કહ્યું કે એ વાતની પુરી સંભાવના છે કે જાે રાહુલ ગાંધી અધ્યક્ષ પદની ચુંટણી લડવા માટે તૈયાર ન થાય તો તેમના બેન પ્રિયંકા ગાંધી એક સંભાવિત ઉમેદવાર હોઇ શકે છે. ગાંધી પરિવારની બહાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા પણ ઉમેદવારી માટે તૈયાર થઇ શકે છે જાે આમ થશે તો કોંગ્રેસ અધ્યક્ષ પદની ચુંટણી રોચક બની જશે જાે કે પાર્ટીમાં કેટલાક લોકોને લાગે છે કે તેથી પ્રતિકૂળ પ્રભાવ પડશે એઆઇસીસીના પદાધિકારી અને રાહુલના નજીકના સાથીએ કહ્યું કે કોંગ્રેસ માટે એક માત્ર વિકલ્પ પાર્ટીને સ્થિર કરવાનો અને ફરી કોઇ પ્રકારે પુનર્નિર્માણ માટે તત્પર રહેવો હશે જેથી ગાંધી પરિવારના કોઇ સભ્યને કાર્યભાર સંભાળવા માટે તૈયાર કરી શકાય છે.
કહેવાય છે કે કોંગ્રેસના અધ્યક્ષ પદની ચુંટણી પશ્ચિમ બંગાળ તમિલનાડુ આસામ જેવા મુખ્ય રાજયોમાં આવનાર વિધાનસભા ચુંટણી બાદ થશે સત્તારૂઢ ભાજપને પડકાર આપવા માટે આસામમાં કોંગ્રેસ મુખ્ય હરીફ છેે જયારે તમિલનાડુમાં તે ડીએમકેની સાથે વિપક્ષ ગઠબંધનમાં છે. જયારે કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાં ડાબેરી પક્ષોની સાથે હાથ મિલાવી શકે છે જયાં સત્તારૂઢ ટીએમસી અને ભાજપના રાજયમાં સરકાર બનાવવાના મુખ્ય દાવેદારો હોવાની સંભાવના છે. પશ્ચિમ બંગાળમાં યોજાનાર ચુંટણી એટલા માટે પણ મહત્વપૂર્ણ બની ગઇ છે કારણ કે ભાજપે રાજયમાં પહેલવાર જીત હાંસલ કરવા માટે પુરી તાકાત લગાવી દીધી છે આથી કોંગ્રેસ માટે પડકાર વધી ગયો છે.HS