ભારતીય સેનાએ નૌશેરામાં બે પાકિસ્તાની સૈનિકોને ઠાર માર્યા
શ્રીનગર, પાકિસ્તાને ભારતીય સેનાએ જાેરદાર પાઠ ભણાવ્યો છે.નૌશેરા સેકટરની સામે એલઓસી પર પાકિસ્તાની સેનાએ સંધર્ષ વિરામનો ભંગ કર્યો હતો પાકિસ્તાનની આ નાપાક હરકતનો જવાબ આપતાં ભારતીય સેનાએ બે સૈનિકોને ઠાર માર્યા હતાં.
આ પહેલા પાકિસ્તાને રવિવારે રાતે પણ આંતરરાષ્ટ્રીય સીમા પર સંધર્ષ વિરામનો ભંગ કર્યો હતો આ દરમિયાન હીરાનગર સેકટરના પાનસર વિસ્તારમાં લગભગ છ કલાક સુધી ગોળીબાર કરી સુરક્ષા ડેમ બનાવવાના કામને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો જાણકારી અનુસાર રાતે લગભગ ૧૦ કલાકે જેવું જ સુરક્ષા ડેમ બનાવવાનંું કાર્ય થયો તો પાકિસ્તાનની ૨૫ ચિનારના સૈનિકોએ ઠાકર પુરા પોસ્ટથી ગોળીબાર શરૂ કર્યો જે વહેલી સવારે ચાર વાગ્યા સુધી જારી રહ્યો આ દરમિયાન નાના મોટા હથિયારોનો ઉપયોગ કર્યો હતો.HS