Western Times News

Gujarati News

કોવર્કીંગ સ્પેસની નેટવર્ક ધરાવતી અવફિસ અમદાવાદમાં સૌપ્રથમ ફ્લેક્સ વર્કપ્લેસ ખોલી

અવફિસનો અમદાવાદમાં પ્રવેશ; પોતાનું પ્રથમ  સેન્ટર RE11, ઇસ્કોન-આમલી રોડ પર ખોલ્યુ

અમદાવાદ, ભારતની સૌથી મોટી કોવર્કીંગ સ્પેસની નેટવર્ક ધરાવતી અવફિસ (Awfis)એ શહેરમાં પોતાની સૌપ્રથમ ફ્લેક્સ વર્કપ્લેસ ખોલીને અમદાવાદમાં પ્રવેશ કર્યો છે, જે કંપનીના રાષ્ટ્રભરમાં ટિયર 2 માર્કેટસમાં વિસ્તરણ કરવાના તેના લક્ષ્યાંક અનુસાર છે. આ નવી સ્પેસ સાથે કંપની કોવિડ પછીના અર્થતંત્રમાં સાનુકૂળ વર્કપ્લેસ માટે વધતી જતી માગને કારણે સર્જાયેલા પુરવઠા અવકાશમાં એક સહાયક સેતુ બનીને પોતાના ગ્રાહક વર્ગમાં વધારો કરી રહી છે.

નવુ સેન્ટર 25,000 ચોરસ ફૂટમાં ફેલાયેલુ છે અને વ્યહાત્મક રીતે અમદાવાદના કોમર્શિયલ બિઝનેસ જિલ્લામાં RE11, ઇસ્કોન આમલી રોડ પર કેન્દ્રમાં આવેલુ છે. આ વિશિષ્ટ સ્પેસ વૈશ્વિક કક્ષાની આધુનિક સવલતોમાં વધારો કરે છે જેની રચના સંભવિત સભ્યોની સુખાકારી માટે રચના કરવામાં આવી છે. 600થી વધુ વર્કસ્ટેશન્સ સાથે, 4 મીટીંગ રુમ્સ અને 1 મોટા કાફેટેરીયા સાથે લાઇવ ફૂડ કાઉન્ટર્સ સાથે આ મખમલી વર્ક સ્પેસ 2 ફ્લોર્સમાં પથરાયેલી છે.

અવફિસ પર્યાવરણ અલગ પ્રકારની કાર્યશૈલીનું વિશિષ્ટ મિશ્રણ પૂરું પાડે છે. તે ગાઢ વિસ્તારોનું સંતુલન (કસ્ટમાઇઝ્ડ બેન્ક્વિટ સ્પેસ) પૂરું પાડે છે જ્યાં એક મોટી ટીમ ફોકસ્ડ વાતાવરણમાં કામ કરવાની સાથે સહયોગાત્મક સેટ્ટીંગ્સ, મીટીંગ લોન્ચ, ફોન બૂથ અને પેન્ટ્રી સ્પેસ પરાણે ઘૂસ્યા હોય તેવી પ્રતીતી થયા વિના મોટી અને નાની પ્રતિક્રિયા માટે પૂરી પાડે છે. સ્પેક્યુલેટીવ  સ્પેસનો હેતુ સ્ટાર્ટ-અપ્સ, ફ્રીલાન્સર્સ અને વ્યાવસાયિકોને પૂરતી ગોપનીયતા અને સલામતી સાથે ફોકસ્ડ વર્કપ્લેસ પૂરો પાડવાનો છે.

આ વર્કપ્લેસની ડિઝાઇન ભલામણયુક્ત સુરક્ષા અને સ્વચ્છતાના ધોરણો પર ભાર મુકીને બનાવવામાં આવી છે જેથી આરોગ્યપ્રદ અને સુરક્ષિત કાર્ય વ્યવસ્થા પૂરી પાડી શકાય. તેનાથી વધુમાં અન્ય અવફિસ સેન્ટર્સની જેમ આ સેન્ટર પણ સરકારના નિર્ધારિત કોવિડ નિયંત્રણ અને અવરોધાત્મક પ્રોટોકોલ્સ અનુસાર કડક ડિસઇન્ફેક્ટીંગ અને સેનીટાઇઝેશન વ્યવસ્થાને અનુસરશે.

અવફિસ, શહેરમાં સાનુકૂળ વર્કીંગ સ્પેસમાં નવા આગંતુક તરીકે અગ્રણી  મજબૂત પક્કડનું સર્જન કરવાનો અને અમદાવાદમાં પોતાની હાજરીને મજબૂત બનાવવાનો ઇરાદો ધરાવે છે. ટિયર 2 શહેરો હજુપણ ફ્લેક્સ વર્કસ્પેસને આવકારવો પ્રારંભ કરી રહ્યા છે તે જોતા અવફિસ અમદાવાદને અનેત મહત્ત્વના બજારોમાથી એક તરીકે જુએ છે અને તેની સાબિતી રૂપે તે શહેરમાં પોતાની હાજરીને વધુ મજબૂત બનાવવા માટે તેનું 2જુ કોવર્કીંગ સેન્ટર લોન્ચ કરવાનું વિચારી રહી છે.

નવા સેન્ટરના લોન્ચ અંગે ટિપ્પણી કરતા અવફિસના સીઇઓ અને સ્થાપક શ્રી અમીત રામાણીએ જણાવ્યુ હતુ કે, “અવફિસનું ટિયર 2 શહેરોમાં ઝડપી વિસ્તરણ એ વિકસતા અર્થતંત્રનું અને આ માર્કેટ્સમાં ઉભરતા વર્કફોર્સનું પ્રમાણ છે. તેના અનુસંધાનમાં અમદાવાદના સાનુકૂળ વર્કપ્લેસ માર્કેટમાં ઝંપલાવવાની જાહેરાત કરતા મને અનહદ ખુશી થાય છે. અમે માર્કેટમાં ભારે તકો જોઇએ છીએ અને ખાતરી છે કે તે અમને કોવિડ બાદના વર્કપ્લેસ પર્યાવરણમાં વધુ મજબૂત ઉભરી આવવામાં મદદ કરશે.”

“રોગચાળાને કારણે ઉદ્યોગો વિતરિત વર્કસ્પેસ દ્રષ્ટિકોણ તરફે પરિવર્તન દર્શાવી રહ્યા છે એટલું જ નહી, અત્યંત પરંપરાગત સંસ્થાઓ પણ આ હાઇબ્રિડ મોડેલ તરફ વળી રહ્યા છે. તેથી, આ લોન્ચ અમને મોટાથી લઇ મધ્યમ કદના ઓક્યુપાયર્સમાં પરિણમતી માગને પહોંચી વળવામાં સહાય કરશે અને અમદાવાદમાં સાનુકૂળ વર્કસ્પેસમાં માર્કેટમાં ભારે તકો રહેલી છે.” એમ તેમણે ઉમેર્યુ હતુ.

અવફિસ હાલમાં ભારતમાં મુંબઇ, પૂણે, કોલકાતા, ચેન્નઇ, બેંગલોર, હૈદરાબાદ, દિલ્હી, ગુરગાંવ, નોઇડા અને ચંદીગઢમાં એમ દેશમાં 35,000થી વધુ સિટીંગ ક્ષમતા સાથે 67 ઓપરેશનલ કોવર્કીંગ સેન્ટર્સ ધરાવે છે.

અમદાવાદમાં આ નવા લોન્ચ સાથે, અફિસે પોતાની અગ્રણી સ્થિતિ પર પુનઃભાર મુક્યો છે કેમ કે કોવર્કીંગ સ્પેસનું સૌથી મોટુ નેટવર્ક ભારતમાં 11 શહેરોમાં ફેલાયેલુ છે. અવફિસ આગામી 36 મહિનામે 15 શહેરોમાં 2,00,000 સિટ્સથી વધુ વર્કસ્પેસની તંદુરસ્ત વ્યવસ્થાનું સર્જન કરવા માગે છે. આ સેન્ટર્સ મોટા ઓપરેટર્સ, એસએમઇ તેમજ સ્ટાર્ટ અપ્સની માગ સંતોષશે એમ રાષ્ટ્રભરમાં નવીનીકરણ અને સાહસોના ઉત્સાહનું સવર્ધન કરવાનું ચાલુ રાખશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.