SBIએ ‘e-RBC’ અને ‘e-જ્ઞાનશાલા’ લર્નિંગ પહેલો માટે બે બ્રાન્ડઓન હોલ ટેકનોલોજી એક્સલન્સ એવોર્ડ્ઝ મેળવ્યાં
· ટેકનોલોજી આધારિત લર્નિંગ પહેલો આંતરિક રીતે વિકસાવવામાં આવી હતી, જે બેંકનાં કર્મચારીઓને કોઈ પણ સમયે, કોઈ પણ જગ્યાએ લર્નિંગ હાથ ધરવા સક્ષમ બનાવે છે
મુંબઈ, દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ)એ 2 લાખથી વધારે કર્મચારીઓને માટે લાભદાયક પુરવાર થયેલી એની “e-RBC” અને “e-જ્ઞાનશાલા”પહેલો માટે બે બ્રાન્ડઓન હોલ ટેકનોલોજી એક્સલન્સ એવોર્ડ્ઝ જીત્યાં છે.
એસબીઆઈએ ક્રાઇસિસ મેનેજમેન્ટ માટે બેસ્ટ એડવાન્સ ઇન ટેકનોલોજી કેટેગરીમાં “e-RBC” પહેલ માટે અને સોશિયલ લર્નિંગ ટેકનોલોજીમાં બેસ્ટ એડવાન્સ કેટેગરીમાં “e-જ્ઞાનશાલા” પહેલ માટે આ એવોર્ડ મેળવ્યાં છે.
આ સફળતા પર એસબીઆઈના ચેરમેન દિનેશ ખારાએ કહ્યું હતું કે, “આ એવોર્ડ બેંકે એના કર્મચારીઓની કુશળતા વધારવા અને જ્ઞાન કે જાણકારી વધારવા માટે પ્રસ્તુત કરેલી ટેકનોલોજી પહેલો માટે એનાયત થયા છે. કોવિડ-19 રોગચાળાના વર્તમાન પડકારજનક સ્થિતિસંજોગોને પગલે બેંક બહોળા તાલીમ નેટવર્કમાં નિયમિત ક્લાસરૂમ તાલીમ આપી શકવાની સ્થિતિમાં નહોતી એટલે કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સમયે એના કર્મચારીઓને સતત શીખવાનો અનુભવ પ્રદાન કરવા ટેકનોલોજી સંચાલિત ટૂલ્સ ઊભા કરવાની તક ઝડપી લીધી હતી. ફિનટેક કંપનીઓ, નવા એન્ટ્રન્ટ, વૃદ્ધિ અને ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવ આપવા પરિવર્તનને કારણે બેંકિંગ ક્ષેત્ર સતત પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું હોવાથી એસબીઆઈએ ભવિષ્યના પડકારો ઝડપવા માટે એના કર્મચારીઓની સતત કુશળતા વધારવાની જરૂરિયાત સમજીને આ ટેકનોલોજી સંચાલિત ટૂલ ઊભા કર્યા છે.”
કોવિડ-19 રોગચાળાને કારણે પ્રવાસના નિયંત્રણો અને સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે ફિઝિકલ ટ્રેનિંગ કાર્યક્રમો શક્ય ન હોવાથી એસબીઆઈએ એના 2 લાખથી વધારે કર્મચારીઓ માટે એના રોલ આધારિત સર્ટિફિકેશન્સ પ્રોગ્રામની ઓનલાઇન ડિલિવરી માટે સંપૂર્ણ ઇન-હાઉસ e-RBC પહેલ વિકસાવી હતી. e-જ્ઞાનશાલા પહેલ એસબીઆઈની અન્ય એક ઉત્કૃષ્ટ લર્નિંગ પહેલ છે, જે એના કર્મચારીઓને ગેમિફાઇડ ઇ-લર્નિંગની તક પ્રદાન કરે છે તથા રોજિંદા બેંકિંગ સાથે સંબંધિત તેમના પ્રશ્રોનું સમાધાન કરે છે અને રિપોઝિટરી નોલેજ છે.
એકેડેમી એવોર્ડ્ઝ ઓફ લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ તરીકે પણ જાણીતા બ્રાન્ડઓન હોલ એક્સલન્સ એવોર્ડ્ઝ શ્રેષ્ઠ કંપનીઓને માન્યતા પ્રાપ્ત કરે છે, જેમણે માપી શકાય એવા પરિણામો હાંસલ કરવા કાર્યક્રમો, વ્યૂહરચનાઓ, પદ્ધતિઓ, પ્રક્રિયાઓ, વ્યવસ્થાઓ અને ટૂલ્સ સફળતાપૂર્વક વિકસાવ્યાં છે.