અંકલેશ્વર અને પાનોલીના ઔદ્યોગિક વસાહતમાં પૂર્ણ સમયના નોટિફાઈડ એરિયા ઓફિસરની નિમણુંક ક્યારે થશે?
મજબૂત ગણાતા અંકલેશ્વરના ઔદ્યોગિક સમૂહ કોઈ ઉચ્ચસ્તરીય રજુઆત કરશે?
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, વિશ્વમાં સૌથી મોટા ઔદ્યોગિક વસાહતોમાં ગણના થતી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તાર અંકલેશ્વરને પૂર્ણ સમય ના નોટિફાઈડ એરિયા ઓફિસર (નીરદીસ્ટ વિસ્તાર અધિકારી) ની નિમણુંક જરૂર છે.લાંબા સમય થી અનેક હવાલા ધરાવતા નોટિફાઈડ એરિયા ઓફિસર થી કામગીરી ચાલી રહી છે.અનેક અધિકારીઓ હંગામી ધોરણે આવે છે અને જાય છે.જેથી પર્યાવરણ સહિત અનેક વહીવટી પ્રશ્નોનો સામનો કરવો પડતો હોય છે.જે માટે અધિકારી અને પ્રજા પણ પરેશાન થાય છે.
અનેક હવાલા સાંભરતા અધિકારી પોતાનો સમય દરેક જગ્યાએ ફાળવી શકતા નથી જેથી કામના દબાણ માં આવી શકે છે.જેથી પોતાને અને કામને પણ અન્યાય થઈ શકે છે.અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તાર મોટો વિસ્તાર ધરાવે છે જ્યાં અનેક પ્રશ્નો માટે રોજે રોજ અને પૂર્ણ સમયમાં અધિકરીની તાતી જરૂરિયાત ઉભી થતી હોય છે.પાનોલી ઔદ્યોગિક વસાહત માં છેલ્લા પાંચ વર્ષ થી વધુ સમય થી પૂર્ણ સમયના નોટિફાઈડ એરિયા ઓફિસર ની જગ્યા પર હંગામી રીતે અધિકારીઓ ની નિમણુંક થાય છે જેમની પાસે અનેક હવાલા હોય છે.
મજબૂત ગણાતા અને રાજકીય પીઠબળ ધરાવતા અંકલેશ્વર અને પાનોલી ઔદ્યોગિક એસોસિએશન પોતાના વિસ્તારના પ્રશ્નો જેવાકે ઔદ્યોગિક ઉત્પાદનના કે વેસ્ટ નિકાલના પ્રશ્નો માટે સજાગ હોય છે અને સરકાર પાસે પોતાની સબળ રજુઆત થી ત્વરિત નિર્ણયો લેવડાવે છે.ત્યારે આ એક મોટા વહીવટી પ્રશ્ન બાબતે વિચારણા થઈ છે કે કેમ? અને થઈ છે તો ઉકેલ ક્યારે? આવા અનેક પ્રશ્નો આ વિસ્તારની પ્રજા માં ચર્ચાઈ રહ્યા છે.
પાનોલી ઔદ્યોગિક સમૂહો ના પ્રમુખ બી એસ પટેલે જણાવ્યું હતું કે “આ બાબતે અમોએ અનેક વખતે રજુઆત કરી છે.અમારો વિસ્તાર મોટો છે કામગીરી વધારે હોય છે જેથી ફૂલ ટાઈમ અધિકારી ની જરૂર છે”
તો બીજી તરફ પર્યાવરણ વાદી સલીમ પટેલે જણાવ્યુ હતુ કે અહીંયાની મોટી વસાહતો માં સરકારના પ્રતિનિધિ એવા નિર્દિષ્ટ વિસ્તાર અધિકારીઓ એ કાયમી હોવા જોઈએ.હંગામી કર્મચારીઓ યોગ્ય નિર્ણયો લઈ શકતા નથી.દબાવ માં કામગીરી કરતા હોય છે.જેથી કરી ને પર્યાવરણ સહિત અનેક વહીવટી સમશ્યા પેદા થાય છે.