વધારે પડતી અપેક્ષા… દુઃખને આમંત્રે છે
કોઈ ને કોઈ ઈચ્છા તો દરેક માનવીને થતી જ રહેતી હોય છે પરંતુ ઈચ્છાનું વધુ પડતી અપેક્ષામાં રૂપાંતર થાય ત્યારે તે પોતે પોતાનો ફાયદો મળેવવા પ્રયાસ કરતો રહે છે. જ્યારે સામેવાળી વ્યક્તિથી તે અપેક્ષા સંજાેગાવશ પૂરી ન થઈ શકે ત્યારે પોતે દુઃખી થઈ જાય છે અને ઉપેક્ષા થતાં પૂર્વગૃહ બંધાતા વાર લાગતી નથી.
ઈચ્છા મુજબ જાે સામેવાળી વ્યક્તિ વર્તે નહિ તો તે વ્યક્તિ માટે પૂર્વગ્રંથી બંધાઈ જાય છે. વધું પડતી મનીષા માનવીને થોડો લાલચું, લોભી અને આળસુ પણ બનાવી દે છે.
અપેક્ષા તો દરેક માનવીનાં સ્વભાવમાં રહેલી હોય છે પરંતુ વધારે પડતી અપેક્ષા રાખવાથી માનવી દુઃખની ખીણમાં ધકેલાઈ જાય છે. અપેક્ષા પૂરી ન થતાં માનવીની લાગણીને ઠેસ લાગતાં સંબંધ બગાડવામાં કાંઈ જ બાકી રહેતું નથી અને માનવીએ જેની પાસેથી વધું પડતી અપેક્ષા રાખી હોય તેને માટે નકારાત્ભક વિચારો આવે છે. ‘તેણે આમ કેમ કર્યું? તેણે આમ કેમ ન કર્યું? તેણે આમ કરવું જાેઇતુ હતું’.
માનવીએ કોઇના પર ઉપકાર કરી અપેક્ષા રાખવી ન જાેઇએ. રાખેલી અપેક્ષાનો બદલો ઉપેક્ષાથી થાય છે ત્યારે લાગણીશીલ માનવીની લાગણી ઘવાય છે અને રડમસ થઈ જાય છે.
કહે શ્રેણુ આજ….
રાખી અપેક્ષા તુજથી, પડી તડ આપણાં મીઠા સંબંધમાં
થયો પસ્તાવો મુજ દિલમાં, બની ગયો હું દુઃખી દુઃખી
અપેક્ષા પૂરી ન થતાં માનવી ઘણી વખત હતાશ પણ થઈ જાય છે. અપેક્ષા મર્યાદિત હોય તો વાંધો નથી આવતો પરંતુ જ્યારે તેનો અતિરેક થઈ જાય છે ત્યારે માનવી પોતાનાં પગ પર જ કુહાડી મારે છે અને નાસીપાસ થઈ જાય છે. હાલના જમાનામાં લોકો બીજા પાસેથી વધારે પડતી આશા રાખતાં થઈ ગયા છે. અલબત્ત ઘણાં પરિવારમાં પણ સભ્યો એકબીજા પાસેથી અપેક્ષા રાખે છે અને તે અપેક્ષામાં ભરતી આવવાથી મન દુઃખ થતાં વાર લાગતી નથી અને ધીરે ધીરે સંબંધો વણસતા જાય છે.
કહે શ્રેણુ આજ…
અગર રાખી વધુ પડતી અપેક્ષા કોઇ પાસેથી, થઇ જાશો તમે હતાશ ને નાસીપાસ…
સંબંધોમાં ધીરે ધીરે તરાડ પડતાં ન લાગે વાર, જાે રૂંપાતર થયું કદી ઉપેક્ષામાં
હાનીકારક થાઈ જાશે તુજ શારીરિકતામાં ને માનસિકતામાં આવતાં ઉશ્કેરાટ તુજને
જાે સુખી થવું હોય તો…. ન રાખો વધુ પડતી અપેક્ષા કદી કોઇ પાસેથી…
રમતગમતમાં સારા ખેલાડીઓ સારી રમત કરી ન શકતાં લોકો તેનો હુરિયો બોલાવે છે. પરદેશ ગયેલી ક્રિકેટ ટીમ ખરાબ રીતે હારીને સ્વદેશ પાછી ફરે ત્યારે લોકો તેઓને ખાસડાં પહેરાવવા તૈયાર ઈ જાય છે કારણકે લોકોએ એ રમતવીરો પાસેથી સારી એવી રમતની અપેક્ષા રાખી હતી.
મનને હળવું રાખવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે, વધુ પડતી અપેક્ષા ન રાખો. ઓછામાં ઓછી અપેક્ષા રાખવાથી માનવી સદા સુખી રહી શકે છે.