જેઓ અજ્ઞાની છે તેઓ તો ભગવાન સાથે વેપારીની માફક વર્તે છે
રાવણના મૃત્યુ પછી વિભીષણને રાજા બનાવવાની તૈયારીઓ થઈ. વિભીષણે રાજા બનવાની ના પાડી. વિભીષણે કહ્યુંઃ ‘હે રામ! તમને મેળવ્યા પછી આ રાજપદવીને હું શું કરું ?’ રામે કહ્યું હે વિભીષણ ! તું આ રાજગાદીનો સ્વીકાર કર. અજ્ઞાનીઓને ખુશ કરવા પણ તું સ્વીકાર કર. કારણ કે અજ્ઞાનીઓને ખુશ કરવા પણ તું સ્વીકાર કર. કારણ કે અજ્ઞાનીઓને થશે કે આટલી સેવા કર્યા પછી તને શી સમૃદ્ધિ મળી ? તું બોધ આપવા રાજા બન !’ વાત સાચી છે જ્ઞાનીઓની સંખ્યા ઓછી છે.
જેઓ અજ્ઞાની છે તેઓ તો ભગવાન સાથે વેપારીની માફક વર્તે છે. વિભીષણને કંઈ જ ન મળ્યું હોત તો અજ્ઞાનીઓ કહેત કે અમસ્તો કુટાઈ મર્યો, એને શું મળ્યું ? રાજય પણ રામે લઈ લીધુેં તને ભાઈ માર્યાનું લાંછન તો લાગ્યું જ.’
ખરેખર તો ભગવાનની સેવા કરવાના બદલામાં કંઈ જ મળવું જાેઈએ, કારણ કે એ વ્યવહાર દુન્વયી ગણાય છે. ભગવાન સાથેના વ્યવહારમાં તો ત્યાગનું મહત્વ વધુ છે. ઓછામાં ઓછો ત્યાગ અને વધારેમાં વધારે લાભ એ તો સ્વાર્થ કહેવાય.