અયોધ્યામાં બનનારી મસ્જિદનો 26 જાન્યુઆરીએ પાયો નંખાય તેવી શક્યતા
અયોધ્યા, અયોધ્યામાં રામ મંદિર નિર્માણની સાથે સાથે મસ્જિદ માટે ફાળવવામાં આવેલી જમીન પર મસ્જિદના બાંધકામમાં પણ તેજી આવી રહી છે.
એવો નિર્ણય લેવાયો છે કે, અયોધ્યામાં કોર્ટે ફાળવેલી જમીન પર મસ્જિદનો પાયો 26 જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ નિમિતે નંખાશે.આ દિવસે યુપી સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડ અયોધ્યાના રામ મંદિર પરિસરથી 20 કિમી દુર આવેલા ધીનુપર ગામમાં ભવ્ય મસ્જિદનો પાયો નાંખી શકે છે.
ઉલ્લેખનીય છે કે, રામ મંદિરનુ કામ 15 ડિસેમ્બરથી શરુ થઈ ગયુ છે.ખુદ પીએમ મોદીએ મંદિરનુ ભૂમિ પૂજન કર્યુ હતુ.
મસ્જિદના નિર્માણ માટે વકફ બોર્ડ દ્વારા 6 મહિના પહેલા ઈન્ડો ઈસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન ટ્રસ્ટ બનાવવામાં આવ્યુ હતુ.મસ્જિદ નિર્માણનો પાયો મુકવા માટે 26 જાન્યુઆરી સૌથી સારો દિવસ છે તેવુ ટ્ર્સ્ટના પ્રવકતા અતહર હુસેનનુ કહેવુ છે.કારણકે આ જ દિવસે આપણુ સંવિધાન પણ અસ્તિતવ્માં આવ્યુ હતુ.આપણુ બંધારણ અનેક સંસ્કૃતિઓ પર આધારિત છે.
મસ્જિદમાં એક સમયે 2000 લોકો નમાઝ પઢી શકશે.અહીંયા ગરીબોને ભોજન કરાવવા માટે એક કોમ્યુનિટી કિચન પણ શરુ કરવામાં આવનાર છે.પરિસરમાં એક હોસ્પિટલ પણ બનાવાશે અને જેમાં 300 બેડની સુવિધા હશે.મસ્જિદમાં સૌર ઉર્જાની પણ વ્યવસ્થા કરવામાં આવનાર છે.હોસ્પિટલ માટે કોર્પોરેટ હાઉસ પણ મદદ કરશે તેવી ટ્રસ્ટને આશા છે.