અટારી સીમા પર બીએસએફે બે ધુષણખોરો ઠાર માર્યા
ચંડીગઢ, પંજાબના અમૃતસરમાં અટારી સીમા પર સીમા સુરક્ષ દળે ધુષણખોરોને ઠાર માર્યા હતાં.તેમની પાસેથી હથિયારો પણ કબજે કરવામાં આવ્યા છે.બીએસએફએ આ કાર્યવાહી બુધવાર ગુરૂવાર મોડી રાતે લગભગ અઢી વાગે કરી હતી.
બીએસએફના સુત્રોના જણાવ્યા અનુસાર દળે ભારતીય વિસ્તારમાં સીમા પર લાગેલી વાડની પાસે શંકાસ્પદ હિલચાલ જાેઇ અને કાર્યવાહી કરતા રાજાતાલ સીમા ચોકીની નજીક બંન્ને ધુષણખોરોને ઠાર માર્યા હતાં. ઘટનાસ્થળેથી તલાશી કરતા એક એકે ૫૬ રાયફલ એક અન્ય અર્ધસ્વચાલિત રાઇફલ એક પિસ્તોલ ૯૦ ગોળીઓ પાંચ મેગઝીન અને લગભગ ૧૦ ફુટની બે પીવીસી પાઇપ કબજે કરી હતી.આ પાઇપનો ઉપયોગ સીમાથી નશીલા પદાર્થના પેકેટ મોકલવા માટે કરવામાં આવે છે.
સખ્ત ઠંડી વચ્ચ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇએ એકવાર ફરી ભારતીય સીમામાં ધુષણખોરી કરવાનું કાવતરૂ રચવાનું શરૂ કર્યું હતું. સોમવારે મોડી રાતે બીઓપી રાજાતાલમાં કેટલાક પાકિસ્તાની ધુષણખોરોએ ભારતીય સીમામાં પ્રવેશ કર્યો આ વાતની માહિતી બીઓપીમાં તહેનાત સીમા સુરક્ષા દળોને તે સમયે લાગી જયારે મંગળવારે સવારે પેટ્રોલિંગની સમયે કંટીલી તાર પારથી પગની નિશાન મળ્યા આ સાથે જ એક પ્લાલ્ટિકની પાઇના નિશાન પણ મળ્યા આથી બીએસએફ ને પંજાબ પોલીસે સમગ્ર વિસ્તારનો ઘેરી લીધું હતું.HS