Western Times News

Gujarati News

ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ સત્યદેવસિંહનું નિધન

લખનૌ, ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ સત્યદેવ સિંહનું હ્‌દયરોગના હુમલાને કારણે ૭૫ વર્ષની વયે નિધન થયું છે સત્યદેવ સિંહનું આરોગ્ય ખરાબ થવાને કારણે તેમને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવાાં આવ્યા હતાં અને હીં તેમનું નિધન થયું છે આ માહિતી તેમના પરિવારની સુત્રોએ આપી હતી.

સત્યદેવસિંહના પાર્થિવ દેહને લખનૌથી ગોમતીનગરના વિશ્વાસ ખંડ ખાતે તેમના નિવાસ પર લાવવામાં આવ્યા હતાં.જયાં તેમના સમર્થકોએ અંતિમ દર્શન કર્યા હતાં. તેમની અંતિમવિધિ ભૈંસાકુંડ બૈકુડધામ પર કરવામાં આવી હતી. પૂર્વ સાંસદ ૧૯૯૬માં ભાજપની ટીકીટ પર બલરામપુર ંસંસદીય બેઠકથી ચુંટણી જીતી લોકસભા પહોંચ્યા હતાં તે ૧૯૮૦થી ૧૯૮૫ સુધી ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યાં હતાં વર્તમાનમાં લાલ બહાદુર શાસ્ત્રી કોલેજમાં પ્રબંધ સમિતિના ઉપાધ્યક્ષ હતાં અને ભાજપ કેન્દ્રીય અનુશાસન સમિતિના સભ્યના રૂપમાં સંગઠનની સેવા કરતા હતાં.

અટલ બિહારી બાજપાઇ, અને નાનાજી દેશમુખ સહિતના આરએસએસના મોટા નેતાઓની નજીકના માનવામાં આવતા હતાં મૃદુ ભાષી સત્યદેવ સિંહના નિધનથી રાજનિતીક પક્ષોના નેતાઓમાં ઉડો આધાત થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી,ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડા યુપીની મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક નેતાઓએ તેમના નિધન પર શોક વ્યકત કર્યો છે. તાજેતરમાં જ સત્યદેવસિંહની પત્ની સરોજ રાની સિંહનું નિધન થયું હતું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.