બેક્ટર ફૂડ સ્પેશિયાલ્ટીઝનો IPO 198.02 ગણો સબસ્ક્રાઇબ થયો
મુંબઈ, મિસિઝ બેક્ટર્સ ફૂડ સ્પેશિયાલ્ટીઝનો રૂ. 540.54 કરોડનો આઇપીઓ એના બંધ થવાના દિવસે 198 ગણાથી વધુ સબસ્ક્રાઇબ થયો હતો. આઇપીઓ 15 ડિસેમ્બર, 2020ના રોજ ખુલ્યો હતો અને 17 ડિસેમ્બર, 2020ના રોજ બંધ થયો હતો.
આઇપીઓને તમામ કેટેગરીઓના રોકાણકારોમાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. સાંજે 5.00 વાગ્યા સુધી અંદાજીત માંગ 198.02 ગણી છે. રિટેલ પોર્શને 29.33 ગણું સબસ્ક્રિપ્શન, બિનસંસ્થાગત રોકાણકારોનાં પોર્શને 720.86 ગણું સબસ્ક્રિપ્શ, ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ રોકાણકારોના પોર્શને 176.85 ગણું સબસ્ક્રિપ્શન મેળવ્યું હતું તથા કર્મચારીઓના ક્વોટાના પોર્શનને 45.46 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું હતું. આઇપીઓ માટે પ્રાઇસ બેન્ડ શેરદીઠ રૂ. 286થી રૂ. 288 નક્કી થઈ છે તથા એમાં રૂ. 40.54 કરોડના ફ્રેશ શેર અને હાલના શેરધારકોના રૂ. 500 કરોડના વેચાણની ઓફર સામેલ છે.
મિસિઝ બેક્ટર ફૂડ બિસ્કિટ્સ, બ્રેડ્સ અને બન્સ વગેરેનું ઉત્પાદનો અને વેચાણ કરે છે. કંપની “મિસિઝ બેક્ટર્સ” ક્રીમિકા અને “ઇંગ્લિશ ઓવન” ફ્લેગશિપ બ્રાન્ડ અંતર્ગત અનુક્રમે બિસ્કિટ અને બ્રેડનું વેચાણ કરે છે.
કંપનીના આઇપીઓનું વ્યવસ્થાપન એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ, આઇસીઆઇસીઆઈ સીક્યોરિટીઝ અને આઇઆઇએફએલ સીક્યોરિટીઝ કરે છે. ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઈ અને એનએસઈ પર થશે.