ભારતમાં પબજીને ફરી શરૂ કરવા મંત્રાલયની મંજૂરી નથી
નવી દિલ્હી: પોપ્યુલર બેટલ મોબાઇલ ગેમનું ઈન્ડિયન વર્ઝન પબજી મોબાઈલ ઈન્ડિયાની રાહ જાેતા લોકો માટે એક ખરાબ સમાચાર છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે પબજી મોબાઇલ ઇન્ડિયાને ભારતમાં શરૂ કરવાની મંજૂરી આપી નથી. પબજી ગેમ ડેવલપ કરનારી કંપની આ પોપ્યૂલર ગેમના ઈન્ડિયન વર્ઝનને લોન્ચ કરવા માટે લાંબા સમયથી તૈયારી કરી રહી છે, પરંતુ મંત્રાલયના અધિકારીઓ સાથે વાતચીત થઈ શકી નથી. આ વચ્ચે મંત્રાલયે કહ્યું છે કે તેમની પાસે ભારતમાં પબજી મોબાઈલ ઈન્ડિયા શરૂ કરવાની પરવાનગી નથી. જાે કે, પબજી મોબાઈલ ઇન્ડિયાને શરૂ કરવાના તમામ પ્રયાસો ચાલુ છે.
ભારત-ચીન સરહદ વિવાદ પછી કેટલાક મહિનાઓ પહેલા, ભારતે ટિકિટોક અને પબજી સહિતની અનેક ચાઇનીઝ મોબાઇલ એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારબાદથી તેના લાખો વપરાશકર્તાઓમાં ફરીથી પરત ફરે તેની રાહ જાેઈ રહ્યા છે. યુવાનો પબજી મોબાઇલ ઇન્ડિયાના ભારતીય અવતાર છે અને દેશી પબ્સ હ્લછેં-ય્ ગેમની એપ્લિકેશનની રાહ જાેઈ રહ્યા છે.
આ કિસ્સામાં પબજી મોબાઈલ ઇન્ડિયાન હાલની સ્થિતિમાં લોંચ કરવા અને હાલના સ્ટેટસ અંગે માહિતી મેળવવા માટે માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં ૨ અલગ અલગ આરટીઆઇ દાખલ કરવામાં આવી હતી. જેના જવાબમાં મંત્રાલયે ગુરુવારે કહ્યું હતું કે પબજી મોબાઇલ સાથે સંકળાયેલ કોઈપણ સર્વિસ, મોબાઇલ એપ્લિકેશન અને વેબસાઇટ્સને ફરી શરૂ કરવા માટે કોઈ મંજૂરી આપવામાં આવી નથી.
એક આરટીઆઈ મીડિયા નેમ દ્વારા દાખલ કરવામાં આવી હતી અને બીજી જીઇએમ ઈસ્પોર્ટ્સ દ્વારા. બંને આરટીઆઈમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે મંત્રાલયે ગુગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર પબજી મોબાઈલ ઈન્ડિયાની નોંધણી કરવાની મંજૂરી આપી નથી.