પોલીસે પકડી VIP મહિલા ચોર, વિમાનમાં બીજા શહેરોમાં જઈ કરતી હતી ચોરી

મુંબઈ, ફ્લાઈટ કે પ્લેનનું નામ સાંભળતા જ અમિર કે બિઝનેસ મેન ધ્યાનમાં આવે છે. કારણ કે આ લોકો જ રોજ પ્લેનમાં મુસાફરી કરતા હોય છે. પરંતુ મુંબઈ પોલીસે એક એવી મહિલાની ધરપકડ કરી હતી. જેના કારનામા સાંભળીને તમે ચોંકી જશો. આ યુવતી ચોરી કરવા માટે ફ્લાઈટમાં એક શહેરમાંથી બીજા શહેરમાં રોજ મુસાફરી કરતી હતી. તેણે ચોરીમાં એટલો બધો માલ ચોર્યો કે જોત જોતામાં તે કરોડપતિ બની ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે આ હાઈપ્રોફાઈલ ચોર (High profile thief) મહિલાની ઓળખ પોલીસે મુનમુન હુસૈન ઉર્ફે અર્ચના બરુઆ ઉર્ફે નિક્કીના રૂપમાં આપી છે. જેને સીનિયર ઈન્સ્પેક્ટર જગદીશ સાઈલ અને યોગેશ ચવ્હાણની ટીમે બેન્ગલુરુથી મંગળવારે અરેસ્ટ કરી હતી. જે ફ્લાઈટથી અલગ અલગ શહેરોમાં જઈને ચોરીની ઘટનાને અંજામ આપતી હતી.
મુનમુન એકવારમાં ઓછામાં ઓછા 10થી 20 લાખ રૂપિયાથી ઓછાના સોનાના ઘરેણાંની ચોરી ન્હોતી કરતી. તે દેશમાં મોટા મોટા શોપિંગ મોલમાં લોકોના બેગ જોત જોતામાં સાફ કરી દેતી હતી. મુંબઈ પોલીસને થોડા દિવસ પહેલા મહિલા ચોરનો એક સીસીટીવી વીડિયો મળ્યો હતો. જેમાં મહિલા ચોરી કરતા દેખાતી હતી. ત્યારબાદ મહિલા અંગે તપાસ કરી તો જાણવા મળ્યું કે મહિલા બેંગલુરુમાં રહે છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે મુનમુન એક સારી સિંગર છે. તે મુંબઈ, બેંગલુરુ અને કોલકાત્તા જેવા મોટા શહેરોમાં પોતાના એક શો કરી ચૂકી છે. એટલું જ નહીં બેંગલુરુમાં એક ઓર્કેસ્ટ્રામાં પણ કામ કરે છે. પરંતુ તેનું અસલી કામ સિંગિંગ નહીં પરંતુ ચોરી કરવાનું છે.
મુનમુનની મોટી ખાશિયલ એ હતી કે તે ચોરીની જ્વેલરી ક્યારે વેચતી ન હતી. તે મોટા સાહુકારોના ત્યાં તેને ગીરવી રાખીને ઉધાર પૈસા લેતી હતી અને જેનાથી તે ક્યારે પકડાઈ ના જાય. તે ગીરવી રાખેલા દાગીનાને છોડાવવા માટે ક્યારે પાછી જતી ન હતી. ક્યારે પોતાની માતા કે ક્યારેક પિતાની બીમારીનું બહાનું કાઢીને સાહૂકારો પાસેથી પૈસા લેતી હતી.