Western Times News

Gujarati News

બિલ આવ્યું ૧૫ હજાર અને ટીપ આપી ત્રણ લાખ

પેસિસ્વેનિયા, પેંસિલ્વેનિયાની એક રેસ્ટોરેંટમાં લોકોના એક ગ્રુપે ૨૦૫ (૧૫ હજાર રૂપિયા)ના બિલ પર ટીપના રૂપમાં ૫,૦૦૦ ડોલર (૩.૬૭ લાખ) રૂપિયા છોડી જતા રહેતા પોતાના વેટ્રેસને આશ્ચર્યમાં મુકી દીધા હતાં.

મળતી માહિતી અનુસાર ગ્રાહકનું નામ જાહેર થયું નથી તે રેસ્ટોરેંટના રેગલર ગ્રાહક છેે કંટ્રી કલબ રેસ્ટોરેંટનું નમ એન્થોની પાકસન હોલો છે. કોરોન વાયરસ મહામારીને કારણે રાજય સરકારે ઇડોર ડાઇનિંગ પર રોક લગાવી દીધી છે રોક લગાવતા પહેલા ગોલ્ફર્સનું ગ્રુપ આવ્યંુ અને વેટ્રેસ ગિયાના ડેંડેલો માટે ટિપ છોડી ગયા.

ગ્રાહકનો આભાર આપવા માટે રેસ્ટોરેંટે ફેસબુક પર એક પોસ્ટ લખ્યું છે અમારી પાસે થૈંકયુ બોલવા ઉપરાંત કોઇ શબ્દ નથી આ પોસ્ટને સોશલ મીડિયા પર ખુબ શેયર કરવામાં આવી રહ્યો છે.તેમણે લખ્યું કે અહીં અમારા કર્મચારીઓ માટે અવિશ્વનીય સમર્થન. અમારા કર્મચારીઓને રજા મનાવવામાં મદદ કરવા માટે આભાર.

એક ફેસબુક યુઝરે લખ્યું તમે ખુબ સારૂ કામ કર્યું તેના માટે આભાર આ કઠિન સમયમાં આ ઇડસ્ટ્રીને ખુબ નુકસાન થયું છે પિટને લઇ જિયાના ડિઆંજલોનું કહેવું છે કે તે આશ્ચર્યચક્તિ છે.

જિયાનાએ કહ્યું કે હું દરેક વસ્તુથી ખુશ છું જયારે મને પાંચ હજાર ડોલર ટીપ આપવામાં આવી તો હું આશ્ચર્યમાં રહી ગઇ.મેં તે પૈસાને કોલેજ માટે રાખી દીધી છે અને અન્ય લોકોની મદદ માટે તેનો ઉપયોગ કરીશું ડેંજેલો નર્સ બનવા માટે અભ્યાસ કરી રહી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.