પુણામાં દારૂડિયા દ્વારા નિંદ્રાધીન પત્નિ, બે દીકરી અને દિકરા પર એસીડ હુમલો કર્યો
સુરતઃ પુણાગામની હરિધામ સોસાયટીમાં બેકાર અને દારૂડિયા પિતાએનિંદ્રાધીનપરિવાર પર એસિડ નાખી બે દીકરી,એક દીકરો અને પત્નીને મારી નાખવાનો પ્રયાસ કરતા ચર્ચાનો વિષય બન્યો છે. વહેલી સવારે બનેલી આ ઘટના બાદ નિર્દોષ બાળકો અને લાચાર પત્નીની ચિચ્યારીથી સોસાયટીના લોકો ઉંઘમાંથી જાગીને દોડી આવતા આખું પરિવાર જમીન ઉપર તરફડતું મળી આવ્યું હતું.
આખા પરિવારને સોસાયટીવાસીઓ તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જતા ડોક્ટરો પણ ધ્રુજી ઉઠ્યા હતા. હાલ એક દીકરી અને માતાની હાલતગંભીર હોવાનું તબીબો કહી રહ્યા છે. જ્યારે નિર્દયતાથી નિદ્રાવાન પરિવાર પર એસિડ ફેંકનાર પિતા ફરાર હોવાનું જાણવા મળ્યું છે.
પતિ દારૂના રૂપિયા માંગી ઝઘડો કરતો હતો. પુણાગામની હરિધામ સોસાયટીમાં છગનભાઇ વાળા એક દીકરો, બે દીકરી અને પત્ની સાથે રહે છે. છગનભાઈ હાલ બેકાર છે. અને દારૂના વ્યસ્ની છે. જેને લઈને વારંવાર પત્ની પાસે દારૂ પીવા રૂપિયાની માંગ કરી ઝઘડો કરતો હતો.
દરમિયાન આજે વહેલી સવારે છગનભાઈએ દીકરી અલ્પા (ઉ.વ.૧૮), દીકરી પ્રવિણા (ઉ.વ.૨૫), દીકરો ભાર્ગવ (ઉ.વ.૨૧) અને પત્ની હંસા પર એસિડ નાખી દીધું હતું. અને ફરાર થઈ ગયો હતો. પરુવારની બુમાબુમથી સોસાયટીવાસીઓ દોડી આવ્યા હતા. અને તમામને સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં એક દીકરી અને માતાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી છે. અને વધુ તપાસ કરી રહી છે.
પુત્ર ભાર્ગવ એમબીબીએસના ત્રીજા વર્ષમાં સ્મીમેર મેડિકલ કોલેજમાં જ અભ્યાસ કરે છે. જ્યારે માતા અને દીકરીઓ ઘરે સાડીઓમાં ટીકા ચોટાડવાનું કામ કરે છે. ભાર્ગવના એમબીબીએમનાઅભ્યાસ માટે રૂપિયાની જરૂર પડી ત્યારે પિતનાભાઈઓએ મદદ કરી હતી. જેને લઈને પણ છગનભાઈ ઝઘડો કરતા હતા.પોલીસે એસીડ એટેક કરનાર છગનભાઈ વાળાને ઝડપી પાડ્યા શોધખોળ આદરી છે.