હાથરસ કાંડ: કોર્ટમાં આરોપપત્ર દાખલ કરાયું
લખનૌ, હાખરસમાં કહેવાતા સામૂહિક દુષ્કર્મ અને હત્યાકાંડમાં સીબીઆઇએ આજે એસસી એસટી કોર્ટમાં આરોપ પત્ર દાખલ કર્યું છે.સીબીઆઇએ ૨૨ સપ્ટેમ્બરે આપવામાં આવેલ પીડિતાના અંતિમ નિવેદનને આધાર બનાવ્યો છે સીબીઆઇની ટીમે હવે નિણય કોર્ટ પર છોડી દીધો છે.
આ મામલામાં આરોપીના વકીલ મુન્ના સિંહ પુંડીરીએ કહ્યું કે સીબીઆઇએ છાત્રાના અંતિમ ૨૨ સપ્ટેમ્બર વાળા નિવેદનને આધાર માનતા ચારને આરોપી બનાવ્યા છે સીબીઆઇએ આરોપ પત્રમાં ચારેય પર સામુહિક દુષ્કર્મ અને હત્યાનો આધાર લગાવ્યો છે. સીબીઆઇએ આરોપીની વિરૂધ્ધ ૩૨૫ એસસી એસટી એકટ અને આઇપીસીની કલમ હેઠળ મામલો દાખલ કર્યો છે.
એ યાદ રહે કે હાથરસના ચંદપા કોતવાલી વિસ્તારમાં એક ગામમાં ૧૪ સપ્ટેમ્બરે ચાર લોકોએ ૧૯ વર્ષની યુવતીની સાથે કહેવાતી રીતે સામૂહિક દુષ્કર્મ કર્યું હતું જયારે આ દુષ્કર્મ કરવામાં આવ્યું ત્યારે તે બોલવાની સ્થિતિમં ન હતી અને તેને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી અને ૨૯ સપ્ટેમ્બરે સફદરગંજ હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું. પીડિતાના ભાઇની ફરિયાદ પર ચાર યુવકોની ધરપકડ કરી તેને જેલમાં મોકલી આપવામાં આવી હતી ત્યારબાદ દેશભરમાં ભારે પ્રદર્શન થયા હતાં.યુપી સરકારે એસઆઇટીની રચના કરી હતી.HS