રાહુલ અને પ્રિયંકા આગામી મહીનેથી બંગાળમાં પ્રચાર કરશે
કોલકતા, પશ્ચિમ બંગાળમાં ભાજપના જાેરદાર ચુંટણી પ્રચાર અભિયાનનો મુકાબલો કરવાના પ્રયાસ હેઠળ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આગામી મહીનાથી રાજયમાં ચુંટણી પ્રચાર કરે તેવી સંભાવના છે કોંગ્રેસ નેતા જિતિ પ્રસાદે આ વાત કહી હતી. એ યાદ રહે કે રાજયમાં આગામી વર્ષ એપ્રિલ મેમાં વિધાનસભા ચુંટણી થનાર છે.
પશ્ચિમ બંગાળ માટે કોંગ્રેસના નવનિયુકત પ્રભારી પ્રસાદે કહ્યું કે આગામી વિધાનસભા ચુંટણીમાં પાર્ટી માકપાના નેતૃત્વવાળા ડાબેરી મોરચાની સાથે સંયુકત રીતે સત્તારૂઢ ટીએમસી અને ભાજપનો મુકાબલો કરશે.
પ્રસાદે કહ્યું કે અમ રાજયમાં ડાબેરી મોરચાની સાથે સંયુકત કાર્યક્રમ કરી રહ્યાં છે અમે ડાબેરી મોરચાની સાથે મળી ચુંટણી લડીશું ભાજપ દ્વારા પોતાના કેન્દ્રીય નેતાઓના રાજયના તોફાન પ્રવાસની સાથે જાેરદાર ચુંટણી પ્રચાર શરૂશ્રવા અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના કેન્દ્રીય નેતૃત્વના બહુમુશ્કેલ રાજયનો પ્રવાસ કરવાની બાબતમાં પુછવા પર પ્રસાદે કહ્યું કે બંન્ને પાર્ટીઓની કામ કરવાની પધ્ધતિ અલગ અલગ છે.
તેમણે કહ્યું કે ભાજપની પાસે રાજયમાં કોઇ ચહેરો નેતૃત્વ નથી આજ કારણ છે કે તેમના કેન્દ્રીય નેતા અહીં આવી રહ્યાં છે. પ્રસાદે કહ્યું કે પરંતુ કોગ્રેસમાં અમે મજબુત પ્રદેશ નેતાઓમાં વિશ્વાસ કરીએ છે. તેમણે કહ્યું કે પરંતુ ચુંટણી નજીક આવી રહી છે આથી જાન્યુઆરીથી રાહુલ અને પ્રિયંકા સહિત કેન્દ્રીય નેતૃત્વ રાજયમાં નિયમિત રીતે ચુંટણી પ્રચાર કરે તેવી સંભાવના છે.
પ્રસાદે કોંગ્રેસ અધ્યક્ષ અધીર રંજન ચૌધરી અને પાર્ટીના અન્ય નેતાઓની સાથે શ્રેણીબંધ્ધ બેઠકો કરી અન ેરાજયમાં પાર્ટીના સંગઠનની સમીક્ષા કરી હતી. બેઠકમાં હાજર રહેલ કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાઓ કહ્યું કે અમે જિતિનજીને એ વાતથી માહિતગાર કર્યા કે સમગ્ર પ્રદેશ નેતૃત્વ ડાબેરીની સાથે ગઠબંધન કરવા ઇચ્છે છે. પરંતુ અમે એ પણ કહ્યું કે બેઠકોની ફાળવી પર વાતચીત શરૂ કરવાની બાકી છે.HS