નકલી દસ્તાવેજાે પર મોબાઈલ ખરીદી બારોબાર વેચતાં ૪ ઝડપાયા
(પ્રતિનિધિ) અમદાવાદ,એક વ્યકિતના દસ્તાવેજાે મેળવી તેના નામે બારોબાર મોબાઈલ ફોન ખરીદી કર્યા બાદ તેના હપ્તા વ્યક્તિના બેંક ખાતામાંથી કપાતાં હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમને મળી હતી જે સંદર્ભે કાર્યવાહી કરીને પોલીસે ચાર શખ્સોને ઝડપી લીધા છે.
ઝડપાયેલા આરોપીઓમાં કૌશલ ધર્મેન્દ્ર ધોળકીયા (સુર્યકુંજ સોસાયટી, ઘાટલોડીયા) રાહુલ રમેશ પાંડે (કુંભાજીની ચાલી, મેઘાણીનગર), નિશાંત ધર્મેશભાઈ શાહ (ચિત્રકુટ એપાર્ટમેન્ટ, નારણપુરા) અને શૈલેષ ધીરુભાઈ દેસાઈ (જશોદાનગર, મણીનગર) સામેલ છે ફરીયાદના નામે જે ફોન ખરીદવામાં આવ્યો હતો એ દુકાનમાંથી સાયબર ક્રાઈમની ટીમે તપાસ શરૂ કરી હતી જેમાં આરોપીઓએ પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ લોનના નામે દસ્તાવેજાે ઉઘરાવ્યા હતા અને ૧૦થી વધુ લોકો સાથે છેતરપીંડી કરી હતી.
બાદમાં અન્ય વ્યક્તિના ફોટા વાપરીને તથા ખોટી સહીઓ દ્વારા ફોન ખરીદવામાં આવતા હતા અને તે ફોન બીજે વેચીને રૂપિયા વહેંચી લેવામાં આવતા હતા. આરોપીઓ પૈકી રાહુલ IDFC કંપનીમાં કામ કરતો હતો જયારે નિશાંત ફોન વેચવાનું કામ કરતો હતો અને શૈલેષ દસ્તાવેજાે લાવી આપતો હતો.