Western Times News

Gujarati News

ઓઢવમાં વેપારીના ઘરે તસ્કરો ત્રાટક્યા: ૬.૮૩ લાખના દાગીનાની ચોરી

(પ્રતિનિધિ) અમદાવાદ, શિયાળાની શરૂઆત થવાની સાથે જ શહેરમાં ચોરીની ઘટનાઓ પણ વધી ગઈ છે. ત્યારે ઓઢવમાં રહેતા એક વેપારી પોતાના સંબંધીના ઘરે બહારગામ ગયા હતા ત્યારે બંધ ઘરનો લાભ લઈને તસ્કરોએ સત્તર તોલા સોનું અને ૧ર૦૦ ગ્રામ ચાંદી સહીત કુલ રૂા.૬.૮૩ લાખના દાગીનાની ચોરી કરી હતી.

આ ઘટનાની વિગત એવી છે કે ક્રિષ્નાચંદ તારાચંદ મારુ (૪ર) નેહલ પાર્ક, ઓઢવ ખાતે રહે છે અને મુળ રાજસ્થાનના રહેવાસી છે તે પોતાના ઘરેથી જ વેપાર કરીને ગુજરાન ચલાવે છે. બુધવારે કોઈ કારણસર વેપારી ક્રિષ્નાચંદ પોતાના પરીવાર સાથે વડોદરા ખાતે સંબંધીના ઘરે ગયા હતા બીજા દિવસે ગુરૂવારે તેમના પાડોશીઓ મકાનનો તુટેલો દરવાજાે જાેઈ ક્રિષ્નાચંદને જાણ કરતા તે તાબડતોબ અમદાવાદ આવવા નીકળ્યા હતા અને ઘરની તપાસ કરતાં ઘરનો બધો સામાન વેરવિખેર હતો.

જયારે રૂમ તથથા તિજાેરીઓના તાળાં તુટેલા હતા અને તિજાેરીઓમાંથી સત્તર તોલા સોનાના તથથા ૧ર૦૦ ગ્રામ ચાંદીના વિવિધ ઘરેણાં ગાયબ હતા જેથી તેમણે તુરંત પોલીસને જાણ કરી હતી ઓઢવ પોલીસે આ અંગેની ફરીયાદ નોંધીને તુરંત કાર્યવાહી શરૂ કરી છે બીજી તરફ ચોરીની આટલી મોટી ઘટનાની વાત વાયુવેગે પ્રસરતા આસપાસના રહીશોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.