વિમાનથી ફેંકી દીધેલો એપલ ફોન ચાલુ હાલતમાં મળ્યો
રિયો ડી જાનેરો, એપલ ફોન પોતાના મજબૂતી માટે દુનિયાભરમાં જાણીતા છે. ઘણીવાર એવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે જેમાં આઈફોન બ્રિજ પરથી કે નદીમાં પડી જવા છતાં ચાલુ હાલતમાં મળી આવ્યો છે. હાલમાં જ બ્રાઝિલના ડોક્યુમેન્ટ્રી ફિલ્મ નિર્માતા અર્નેસ્ટો ગાલિયોટ્ટોએ પણ આઈફોનની મજબૂતાઈ ટેસ્ટ કરવા માટે એવું કંઈક કર્યું કે જાેનારા લોકો પણ દંગ રહી ગયા.
આર્નેસ્ટોએ પોતાનો આઈફોન વિમાનમાંથી નીચે ફેંકી દીધો. પરંતુ તમને આ વાત જાણીને નવાઈ લાગશે કે હજારો ફૂટથી નીચે પડ્યા બાદ પણ તેમનો ફોન ચાલુ હાલતમાં મળી આવ્યો. આ ઘટનાનો વીડિયો પણ રેકોર્ડ કરવામાં આવ્યો છે.
આ રિપોર્ટને સૌથી પહેલા બ્રાઝિલની સ્થાનિક ન્યૂઝ મીડિયા દ્વારા રજૂ કરવામાં આવી હતી, જે અનુસાર ફિલ્મ નિર્માતા અને પર્યાવરણવિદ અર્નેસ્ટો શુક્રવારે રિયો ડી જાનેરોના કાબો ફ્રાઈમાં એક દરિયા કિનારા પર ઉડી રહ્યા હતા, આ દરમિયાન તેમણે પોતાનો આઈફોન ૬એસ વિમાનની બારીમાંથી બહાર કાઢ્યો હતો. જાેકે બહાર ભારે પવન આવતો હોવાના કારણે ફોન તેમના હાથમાંથી નીચે પડી ગયો. શરૂઆતમાં તો અર્નેસ્ટોએ વિચાર્યું કે તેણે હંમેશા માટે પોતાનો ફોન ગુમાવી દીધો છે. આ સમગ્ર ઘટનાને સિંગલ એન્જિન વિમાનમાં લાગેલા કેમેરામાં કેદ થઈ ગઈ. સાથે જ આઈફોન નીચે પડ્યો તે સમયે તેમાં વિડીયો રેકોર્ડિંગ ચાલુ હોવાથી તે ઘટના પણ ફોનમાં કેદ થઈ ગઈ હતી.
આ બાદ જ્યારે અર્નેસ્ટોએ પોતાના ફોનને શોધવા માટે જીપીએસ ટ્રેકિંગનો ઉપયોગ કર્યો તો તેમને માલુમ પડ્યું કે ફોન દરિયા કિનારા પાસે પડ્યો હતો. તે પોતાનો ફોન લેવા માટે તે બાજુ આગળ વધ્યા અને ત્યાં જઈને જાેયું તો ફોન ચાલુ હાલતમાં હતો. હકીકતમાં તેમનો ફોન ૨૦૦૦ ફૂટની ઊંચાઈ પરથી નીચે પડ્યો હતો, તેમ છતાં ચાલુ હાલતમાં હતો. આ જાેઈને તેમને પણ ખૂબ નવાઈ થઈ.SSS