Western Times News

Gujarati News

રાજકોટમાં પૂર્વ કોર્પોરેટર હથિયારો સાથે ઝડપાયા

રાજકોટ, રાજકોટમાં રાત્રી કરફયુ દરમિયાન ભાજપના પૂર્વ કોર્પોરેટર હથિયારો સાથે ઝડપાયા છે ભાજપના પૂર્વ કોર્પોરેટર સંજય ઘવા રાજકોટના એરપોર્ટ ફાટક પાસે ગેરકાયદેસર હથિયારો સાથે ઝડપાયા છે પોલીસે સંજય ધવા પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને પાંચ કાર્ટિઝ જપ્ત કરી છે.

મળતી માહિતી અનુસાર રાજકોટમાં હાલમાં રાત્રિ કરફયુનો ચુસ્ત અમલ ચાલી રહ્યો છે. આવામાં રાત્રી કરફયુમાં ચેકીંગ દરમિયાન પોલીસે ભાજપના પૂર્વ કોર્પોરેટર સંજય ઘવાને હથિયારો સાથે ઝડપ્યા છે. પોલીસે સંજય પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને પાંચ કાર્ટિઝ સાથે ધરપકડ કરી છે.

પ્રદ્યુતમનગર પોલીસે આર્મ્સ એકટ કલમો તથા આઇપીસીની કલમો મુજબ સંજય સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સંજયની વોકસ વેગનકારની ડેસ્કબોર્ડના ખાનામાંથી કોઇ પણ જાતના લાયસન્સ કે આધાર વગર દેશી બનાવટની પિસ્તલ મળી આવી હતી જેની કીંમત ૨૦ હજાર તથા કાર્ટિઝ કિંમત ૫૦૦ છે..પોલીસે તેમની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

DCP ઝોન 2ના મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજકોટ શહેર ભાજપના નેતા અને વોર્ડ નંબર 23ના પૂર્વ કોર્પોરેટર સંજય ઘવાને ગેરકાયદેસર હથિયાર સાથે પ્રદ્યુમનનગર પોલીસે ધરપકડ કરી છે. રાજકોટ શહેરમાં હાલમાં રાત્રી કર્ફ્યુ દરમિયાન પોલીસ દ્વારા અલગ અલગ જગ્યા પર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

જેમાં ગઇકાલે રાત્રીના સમયે એરપોર્ટ ફાટક નજીક એક કાર અટકાવી જેમાં કમલેશ સરાધારા નામનો વ્યક્તિ શંકાસ્પદ હાલત માં મળી આવ્યો હતો અને તેને ત્યાં પોતાના શેઠ પૂર્વ કોર્પોરેટર સંજય ઘવાને બોલાવ્યા હતાં. જેની તપાસ કરતા પોલીસને સંજય ઘવાની કારમાંથી ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ અને 5 કાર્ટિઝ મળી આવ્યાં હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.