અમદાવાદઃ જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ કોરોના મુક્ત
અમદાવાદ, વિશ્વભરમાં આતંક મચાવનાર કોરોના વાયરસથી સામાન્ય રીતે સિનિયર સિટીઝનને વધુ જોખમ હોય છે, ત્યારે ખુશીની વાત છે કે “જીવન સંધ્યા” વૃદ્ધાશ્રમમાં 52 જેટલાં વૃદ્ધો કોરોનાને માત આપી વૃદ્ધાશ્રમમાં જ પોતાનું જીવન શરૂ કર્યું છે. હાલ વૃદ્ધાશ્રમમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નથી..તેમજ વૃદ્ધાશ્રમ કોરોનામુક્ત થઈ ગયો છે.
જીવનસંધ્યા વૃદ્ધાશ્રમના 52 વૃદ્ધ થઈ કોરોનાને માત આપી વૃદ્ધાશ્રમમાં પરત ફર્યા છે. ઓક્ટોબર મહિનામાં વૃદ્ધાશ્રમમાં કોરોનાના કેસ આવવાના શરૂ થયા હતા. જે બાદ વૃદ્ધાશ્રમ ઘ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરી વૃદ્ધાશ્રમના દરેક વૃદ્ધનો કોરોના ટેસ્ટ કરવા માટે વિનંતી કરી હતી. આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વૃદ્ધાશ્રમમાં જ કોરોનાનો કેમ્પ કરવામાં આવ્યો હતો. જેમાં 52 વૃદ્ધો તેમજ 3 રસોઈયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
સંસ્થાના ટ્રસ્ટી દ્વારા AMCને વિનંતી કરવામાં આવી હતી કે, તમામ વૃદ્ધોને પ્રાઇવેટ હોસ્પિટલમાં જ રાખવામાં આવે. AMCએ તેમની માંગણી સ્વીકારીને દરેક વૃદ્ધોને અલગ-અલગ પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા હતા. જેમાં વૃદ્ધોની તબિયત સુધરતી ગઈ વૃદ્ધોને વૃદ્ધાશ્રમમાં પરત મોકલવામા આવી રહ્યા હતા
કોરોનાથી સાજા થયેલ વડીલો હોસ્પિટલમાંથી વૃદ્ધાશ્રમમાં પરત આવે ત્યારે તરત જ તેમને વૃદ્ધાશ્રમમાં આવેલ ફિઝિયોથેરાપી સેન્ટરમાં આઈસોલેશનમાં રાખવામાં આવતા હતા. ત્યારબાદ બાદ જ તેમને વૃદ્ધાશ્રમમાં લાવવામાં આવ્યા હતા. જ્યારથી કોરોના શરૂ થયો, ત્યારથી વૃદ્ધાશ્રમમાં બહારના કોઈ પણ વ્યક્તિને એન્ટ્રી આપવામાં આવતી ન હતી, પરંતુ વૃદ્ધાશ્રમમાં ક્લાર્ક બહાર અવર-જવર કરતા હતા. વૃદ્ધાશ્રમના ક્લાર્કનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા બાદ વૃદ્ધાશ્રમમાં અલગ-અલગ લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા હતા.જેમાં 52 વડીલો સંક્રમિત થયા હતા.