Western Times News

Gujarati News

કોરોનાના કેસનો આંકડો કરોડને પાર, એક્ટિવ કેસ ૪ લાખની નીચે

નવી દિલ્હી, દેશમાં શુક્રવારે કોરોના વાયરસના કુલ ૨૭,૦૨૨ નવા કેસ સામે આવ્યા. આ સાથે જ ભારતમાં કુલ કોરોના કેસની સંખ્યા ૧ કરોડને પાર પહોંચતા ૧ કરોડ ૪ હજાર ૮૯૩ થઈ ગઈ. ધ્યાન આપવાની બાબત એ છે કે દેશમાં ૧૫ સપ્ટેમ્બરે કુલ કોરોના કેસની સંખ્યા ૫૦ લાખને પાર પહોંચી હતી. આ બાદ છેલ્લા ૩ મહિનાથી કોરોનાના નવા કેસોની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જાેકે સારી ખબર એ પણ છે કે દેશમાં કોરોના સંક્રમણના નવા મામલા સામે આવવાની ઝડપ ખૂબ ધીમી પડી ગઈ છે. આ જ કારણ છે કે ૯૦ લાખથી ૧ કરોડ કેસ થવામાં ૨૯ દિવસનો સમય લાગ્યો. એટલે કે ભારતમાં ૧૦ લાખ નવા કેસ પાછલા ૨૯ દિવસોમાં આવ્યા છે. જણાવી દઈએ કે પહેલા ૧૦ લાખ કોરોના કેસ આવવામાં ૧૬૮ દિવસ લાગ્યા હતા, પરંતુ આ બાદ નવા કેસોની ઝડપથી વધવા લાગ્યા અને ૨૯ દિવસમાં ૧૦ લાખ કેસ આવવાની ઝડપ સૌથી ધીમી રહી.

રાજ્યોની વાત કરીએ તો દેશના તમામ રાજ્યોમાં નવા કોરોનાના કેસની ગતિ ધીમી પડી ગઈ છે. કેરળ એકલું જ એવું રાજ્ય છે જયાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. સાત દિવસના રોજના એવરેજ કેસોની વાત કરીએ તો આ દ્રષ્ટિએ કેરળ બાદ મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, કર્ણાટક, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, બિહાર અને આંધ્ર પ્રદેશનો નંબર આવે છે.
ભારતમાં કોવિડ-૧૯ દર્દીઓનો રિકવરી રેટ દુનિયામાં સૌથી વધારે ૯૫.૪ ટકા છે. છેલ્લા ૧૨ દિવસથી દેશમાં કલ એક્ટિવ કોરોના કેસની સંખ્યા ૪ લાખથી નીચે છે. કોરોના ટેસ્ટિંગની ઝડપ વધી છે જ્યારે પોઝિટિવિટી રેટ ઘટતો રહ્યો છે. ૧ ઓગસ્ટથી અત્યાર સુધી ભારતમાં ૧૪ કરોડ ટેસ્ટ થઈ ચૂક્યા છે. એટલે કે એવરેજ ૧૦ લાખ ટેસ્ટ રોજના.

લોકડાઉનના નિયમોમાં છૂટછાટ મળતા જ લોકોમાં બેદરકારી જાેવા મળી રહી છે. તહેવારની સીઝનમાં આવી ભીડ ડરાવનારી હતી. હવે એવામાં ફરી ન્યૂયર સેલિબ્રેશનમાં વધારે લોકો એકઠા થવા અને ફરવા નીકળવાની સંભાવના છે. એવામાં લોકોના બહાર નીકળવાના કારણે કોરોનાના કેસોમાં ફરીથી વધારો થઈ શકે છે. એટલે લોકો પોતાની વધારે સાવધાની રાખે તે જરૂરી છે. કોરોનાથી બચવાના તમામ નિયમોનું પાલન કરો. કારણ કે દેશમાં હજુ સુધી વેક્સીન આવી નથી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.