જમીન ફાટતા સીતાની માફક મહિલા જીવતી સમાઇ ગઇ
ધનબાદ, ઝારખંડના ધનબાદમાં જાેરદાર બ્લાસ્ટ સાથે જમીન ફાટવાથી એક મહિલાનું મોત થયું છે. આ અકસ્માત શુક્રવારે સવારે તે સમયે થયો જ્યારે મહિલા ટોયલેટ માટે ઘરેથી નિકળી હતી. આ દરમિયાન અચાનક તેજ અવાજ સાથે જમીન ફાટી ગઇ અને તે તેમાં સમાઇ ગઇ. ત્યારબાદ જમીનમાંથી ધૂમાડો નિકળવા લાગ્યો. ઘટનાસ્થળ પર હાજર લોકોને થોડીવાર માટે સમજાયું નહી કે શું થયું છે. જ્યાં સુધી મહિલાને બહાર નિકાળવામાં આવે તો તેની મોત થઇ ચૂકી છે. આ કેસ ઝારખંડના ધનબાદ દ્વારા ઝરિયા વિસ્તારનો છે. મૃતક મહિલાનું નામ કલ્યાણી દેવી (૩૫) છે. કહેવામાં આવી રહ્યું છે કે અચાનક જમીનની અંદરથી ભારે માત્રામાં ગેસનો લિકેજ થયો હતો, જેના લીધે જમીન ફાટી ગઇ. ઘટનાની સૂચના મળતાં જ ઘટનાસ્થળ પર ભીડ જામી ગઇ. લોકોએ કલ્યાણી દેવીને દોરડાના સહારે બહાર નિકાળવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે તેમાં સફળ થઇ ન શક્યા. ત્યારબાદ ક્રોધે ભરેલા લોકોએ રસ્તો જામ કરી દીધો અને ઘટનાસ્થળ પર તાત્ક્લાઇક રાહત કાર્ય શરૂ કરવાની માંગ કરવા લાગ્યા છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે જે સમયે મહિલા જમીન ફાટતાં ખાડામાં પડી, તે સમયે જીવતી હતી અને મદદ માટે બૂમો પાડી રહી હતી. પરંતુ થોડા સમય બાદ જ તેનો અવાજ બંધ થઇ ગયો. લોકોના હંગામા બાદ વહિવટીતંત્ર દ્વારા રાહત કાર્ય શરૂ કરી મહિલાની લાશ બહાર નિકાળવામાં આવી. જાણકારી અનુસાર જ્યાં જમીન ફાટી ત્યાંથી ભારે માત્રામાં ઝેરી ગેસ લિકેજ થઇ રહ્યો હતો. આશંકા છે કે વિસ્તારમાં ક્યારેય પણ કોઇ મોટી દુર્ઘટના થઇ શકે છે. વહિવટી તંત્ર દ્વારા મૃતકના પરિવારના બે લાખ રૂપિયા, બાળકોના અભ્યાસ અને પતિને નોકરીનું આશ્વાસન આપવામાં આવ્યું છે. તમને જણાવી દઇએ કે ઘણા ભાગોમાં જમીનની નીચે વર્ષોથી આગ ધગધગી રહી છે. આસપાસના વિસ્તારોમાં પહેલાં પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે. લોકોનું કહેવું છે કે સરકારને આ વિશે કંઇક કરવું જાેઇએ, જેથી તેમને આ પ્રકારે પોતાનો જીવ ગુમાવવો ન પડે.SSS