કોરોનાથી મહિલાઓની તુલનામાં પુરૂષોને જાેખમ વધુ

પ્રતિકાત્મક
બોસ્ટન: કોવિડ-૧૯ સંક્રમણને કારણે સમના ઉંમર અને સ્વાસ્થ્યની સ્થિતિ વાળી મહિલાઓની તુલનામાં પુરૂષોમાં જીવનું જાેખમ ૩૦ ટકા વધુ હોય છે. એક નવા અભ્યાસમાં આ જાણકારી સામે આવી છે. ક્લીનિકલ ઇન્ફેક્શન ડિઝિસ પત્રિકામાં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર કોવિડ-૧૯થી સંક્રમિત પુરૂષ દર્દીઓ જાે ડાયાબિટિસ, બ્લડપ્રેસર કે મોટાપાથી ગ્રસ્ત છે તો તેને જીવનું જાેખમ વધુ હોય છે. રિસર્ચમાં અમેરિકાની યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ સ્કૂલ ઓફ મેડિસિન (યૂએમએસઓએમ)ના વૈજ્ઞાનિકોએ દેશભરની ૬૧૩ હોસ્પિટલોમાં દાખલ કોવિડ-૧૯ના આશરે ૬૭,૦૦૦ દર્દીઓનો અભ્યાસ કર્યો છે.
આ સંશોધનમાં કહેવામાં આવ્યું કે, પહેલાથી મોટાપો, હાઇ બ્લડપ્રેશર કે ડાયાબિટિસ જેવી સમસ્યાઓનો સામનો કરી રહેલ કોવિડ-૧૯થી સંક્રમિત ૨૦થી ૩૯ વર્ષની ઉંમરના રોગીઓને પોતાના સ્વસ્થ સાથીઓની તુલનામાં જીવનું જાેખમ વધુ હતું. અભ્યાસના લેખક એંથની ડી હેરિસે કહ્યુ કે, આ તમામ જાણકારીઓથી સંક્રમિત રોગીઓની સારવારમાં મદદ મળી શકે છે.
મહત્વનું છે કે વિશ્વમાં કોરોના વાયરસના કેસ હજુ પણ ઝડપથી વધી રહ્યાં છે. વર્લ્ડોમીટર અનુસાર, અત્યાર સુધી વિશ્વમાં કોરોના વાયરસના ૭૬૭૦૦૩૫૫ કેસ સામે આવ્યા છે, જ્યારે ૧૬૯૩૪૪૦ લોકોના મૃત્યુ થઈ ચુક્યા છે. હજુ કોરોના વાયરસના કેસ મુદ્દે અમેરિકા પ્રથમ સ્થાને છે.