મોડાસામાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા લાખ્ખોની ચોરી
રઝાપાર્ક સોસાયટીમાં પરિવાર સામાજીક પ્રસંગમાં પહોંચ્યો ચોર ત્રણ લાખની ચોરી કરી
મોડાસા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થીતી કથળી રહી હોય તેમ રાત્રીએ ચોરી કરતા તસ્કરોની હિંમત ખુલતા દિવસે પણ બંધ મકાનમાં ત્રાટકી ચોરીની ઘટનાને અંજામ આપતા શહેરીજનોમાં ફફડાટ ફેલાયો છે મોડાસાના દુઘરવાડા રોડ પરની રહેણાંક સોસાયટીમાં એક સપ્તાહમા બીજી વાર ચોરીની ઘટના બનતા પોલીસની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે
રઝા પાર્ક સોસાયટીમાં રહેતો પરિવાર સામાજીક પ્રસંગે મકાનને તાળું મારી શહેરમાં ઘાંચીવાડા વિસ્તારમાં જતા તસ્કરો ધોળા દહાડે બંધ મકાનનું તાળું તોડી ૩ લાખ રૂપિયાની ચોરી કરી પલાયન થતા પરિવારજનો પર ચોરીની ઘટનાથી આભ તૂટી પડ્યું હતું ચોરીની ઘટનાના પગલે પોલીસ પહોંચી પ્રાથમીક તપાસ હાથધરી હતી
શુક્રવારે બપોરે રઝાપાર્ક સોસાયટીમાં રહેતા યુસુફભાઇ ઉપાદ તેમના પરિવાર સાથે ઘાંચીવાડામાં સામાજીક પ્રસંગે મકાનને તાળું મારી ગયા હતા સાંજે ૬ વાગે ઘરે પરત ફરતા ઘરમાં ચોરી કરતા તસ્કર ટોળકી ફરાર થઇ ગઈ હતી ઘરમાં રહેલા કબાટ તિજોરીનું તાળું તોડી ૧.૫ લાખ રોકડા અને ૧.૫ લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી થઇ હોવાની જાણ થતા તાબડતોડ પોલીસને જાણ કરતા ધોળે દહાડે બનેલી ચોરીની ઘટનાના પગલે પોલીસ દોડી આવી ચોર લૂંટારુ ગેંગને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા