Western Times News

Gujarati News

મોડાસામાં શ્રીનગર સોસાયટીના બે ઘરમાં ચોર ટોળકી ત્રાટકી, લોકોમાં ફફડાટ

શિયાળાની ગાત્રો થીજવતી ઠંડી શરૂ થતાની સાથે મોડાસા શહેરમાં તસ્કરોએ જાણે પડાવ નાખ્યો હોય તેમ સતત બંધ મકાનને નિશાન બનાવી લાખ્ખો રૂપિયાની ચોરી કરીની ઘટનાને અંજામ આપી પોલીસતંત્રને પડકાર આપી રહ્યા છે શનિવારે રાત્રે માલપુર રોડ પર આવેલી શ્રીનગર સોસાયટીમાં બે બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી ૩૦ હજાર રોકડા અને સોના ચાંદીના ઘરેણાંની ચોરી કરી ફરાર થઇ જતા પોલીસ દોડી આવી હતી

રાબેતા મુજબ પ્રાથમીક તપાસ હાથધરી હતી તસ્કર ટોળકી અને ઘરફોડ ગેંગ સાથે હવે બાઈકમાંથી પેટ્રોલ કાઢી લેતી ગેંગ પણ સક્રીય થતા રહીશોમાં ફફડાટ ફેલાયો હતો સાનિયાપાર્ક સોસાયટીમાં બાઈકમાંથી પેટ્રોલ ચોરી બાઈક ઉઠાવી જવાનો પ્રયાસ થતા પોલીસ દોડતી થઇ છે શહેરમાં નાઈટ પેટ્રોલીંગ સઘન બનાવવા પ્રબળ માંગ ઉઠી છે

મોડાસાની શ્રી નગર સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ હીરાભાઈ પટેલ તેમના મકાન બંધ કરી કામકાજ અર્થે પરિવાર સાથે બહારગામ ગયા હતા શનિવારે રાત્રી દરમિયાન ઘરનો નકુચો કાપી ઘરમાં પ્રવેશ કરી, ઘરમાં રહેલ સામાન ને વેરવિખેર કરી રૂપિયા ૩૦ હજાર રોકડા અને ઘરેણાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

સમગ્ર મામલે મોડાસા ટાઉન પોલીસ ને જાણ કરાતા પોલીસે પંચનામું કરી વધુ તપાસ હાથધરી હતી મોડાસા શહેરમાં છેલ્લા ઘણાં સમયથી ચોરી ના બનાવો પર નિયંત્રણ બાદ ચોરીના સતત બનાવો બનતા શહેરીજનોમાં ફફડાટ જોવા મળ્યો છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.