સોમનાથ મંદિર શીખર ઉપર 66 સુવર્ણ કળશો લગાવાયા
સોમનાથ મંદિર ઉપર શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુવર્ણ કળશ પ્રાયોજના શરૂ કરવામાં આવી હતી, જેનો શ્રધ્ધાળુઓ દ્વારા સારો પ્રતિસાદ મળેલ છે.
ટ્રસ્ટ દ્વારા શ્રધ્ધાળુઓ તરફથી કળશ ચઢાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલની પરીસ્થીતીએ કળશની પૂજા માટે કળશ નોંધાવનાર યજમાનશ્રી રૂબરૂ આવી શકે તેમ નહોય, તો ટ્રસ્ટ દ્વારા વિડિયોકોલીંગ – ઝુમ એપ માધ્યમથી પૂજા કરાવવાની વ્યવસ્થા ગોઠવી છે. આજદીન સુધીમાં 66 યજમાનો એ કળશ પૂજાનો લાભ લીધેલ છે. આ કળશ મંદિર પર ચડાવવામાં આવેલ છે.