કોંગ્રેસના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરાનું ૯૩ વર્ષની વયે નિધન
નવીદિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરાનં નિધન થયું છે.તેઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતાં ૯૩ વર્ષના મોતીલાલ વોરા ચાલુ વર્ષે એપ્રિલ સુધી રાજયસભાના સાંસદ હતો કોંગ્રેસના સંગઠનમાં કેટલાક અઠવાડીયા પહેલા થયેલા ફેરફાર અગાઉ સુધી તેઓ પાર્ટીના મહાસચિવ (પ્રશાસન) હતાં.
મોતીલાલ વોરાને બે દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં આ પહેલા તેમનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો તે સમયે તેને દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતાં અને સારવાર દરમિયાન તેઓ સાજા થઇ ગયા હતાં અને હોસ્પિટલમાંથી રજા મળી ગઇ હતી.
મોતીલાલ વોરા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજયપાલ રહી ચુકયા છે. મોતીલાલ વોરા ગાંધી પરિવારની ખુબ નજીકના ગણાતા હતાં કોંગ્રસમાં તેઓ લાંબા સમયથી કોષાધ્યક્ષની જવાબદારી સંભાળી રહ્યાં હતાં. પરંતુ વર્ષ ૨૦૧૮માં વધી ઉમરનો હવાલો આપતા રાહુલ ગાંધીએ કોષાધ્યક્ષની જવાબદારી અહમદ પટેલને આપી હતી.
મોતીલાલ વોરાના નિધનથી કોંગ્રેસના નેતાઓમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી,રાહુલ ગાંધી,પ્રિયંકા ગાંધી,પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ,કોંગ્રેસ શાસિત રાજયોના મુખ્યમંત્રીએએ મોતીલાલ વોરાના નિધન પર ઉડા સોકની લાગણી વ્યકત કરી શ્રધ્ધાંજલિ અર્પિત કરી છે.