Western Times News

Gujarati News

દીપડાની ત્રાડથી ગ્રામજનોમાં ફફડાટ,રાત્રી પહેરો કરવા મજબુર

રેસ્ક્યુ ટીમ દીપડો વિહાર કરી ગયો હોવાનું જણાવી રવાના,દીપડાના પગલાં દેખાયા  

ભિલોડા: બાયડના ગાબટ ગામે દીપડાની દહેશતથી ગ્રામજનોમાં ખૌફ જોવા મળી રહ્યો છે ગામમાં સરકારી દવાખાના નજીક રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસી આવી દિનેશભાઇ દલાભાઈ નામના વ્યક્તી પર હુમલો કરતા ભારે દેકારો મચી ગયો હતો આ ઘટનાના પગલે દીપડાને પાંજરે પુરવા રાજ્યની ગાંધીનગર, આણંદ, સાબરકાંઠા, ગીર, અરવલ્લી જિલ્લાની નિષ્ણતોની ટીમ તૈનાત કરી દીધી હતી દીપડાને પાંજરે પુરવામાં નિષ્ફળ રહેલી ટિમો વનવિભાગે દીપડો વિહાર કરી ગયો હોવાનું જણાવતા તમામ ટિમો પરત ફરી છે બીજબાજુ સોમવારે સવારે દીપડાના પંજાના નિશાન જોવા મળતા અને દીપડો કૂતરાને ખેંચી ગયો હોવાની વાત વાયુ વેગે પ્રસરતા લોકોમાં ભય યથાવત જોવા મળી રહ્યો છે હાલ ઘટનાસ્થળે ૫ જેટલા વનવિભાગના કર્મચારીઓ સ્થળ પર હાજર છે બીજીબાજુ ગામલોકોએ દીપડાને શોધવા જાતે રેસ્ક્યુ ઓપરેશન હાથધર્યું છે

ગાબટ ગામે માનવ પર ખૂંખાર દીપડાના જીવલેણ હુમલાને ત્રણ દિવસ કરતા વધુ સમય થવા આવ્યો છતાં પાંજરે પુરવામાં ટિમો હાંફી ગઈ છે અને સ્થાનીક વનવિભાગ તંત્રના ભરોશે રેસ્ક્યુ ઓપરેશન છોડી દેવામાં આવ્યું હોય તેવું લોકોએ જણાવ્યું હતું આ અંગે આરએફઓ મધુ ખાંટનો વારંવાર ટેલિફોનિક સંપર્ક કરવા છતાં ફોન ઉપડવાની તસ્દી લીધી ન હતી

દીપડો વનવિભાગની ટીમને ચકમો આપીને અન્યત્ર પલાયન થઇ ગયો હોવાનું વનવિભાગ દ્વારા જાણવા મળ્યું છે જો કે વનવિભાગની ટીમ ચોકી પહેરો કરી રહ્યો છે બીજીબાજુ ગ્રામજનોમાં દીપડાનો ખોફ યથાવત જોવા મળી રહ્યો છે ગ્રામજનોએ તંત્રના સહારે બેસી રહેવાના બદલે જે ઝાડી ઝાંખરામાં દીપડો છુપાયો હતો તે સ્થળોએ જેસીબી મશીનથી સાફસફાઈની કામગીરી હાથધરી છે તંત્ર દ્વારા આસપાસના વિસ્તારોમાં સાફસફાઈ તેમજ સર્ચ ઓપરેશન ફરીથી હાથધરી દીપડાને પાંજરે પુરાવામાં આવેની માંગ કરી રહ્યા છે  હજુ પણ  દીપડાની કોઇ જ ચોક્કસ સ્થિતિ જાણી શકાઇ નથી આ વચ્ચે ગ્રામજનોમાં પણ એક દહેશત જોવા મળી રહી છે.

લી.જીત હરેશભાઈ ત્રિવેદી,ભિલોડા,જી.અરવલ્લી 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.