Western Times News

Gujarati News

મેથેમેટિક્સની મસ્તીથી ભરપૂર ફિલ્મ  ‘શકુંતલા દેવી’ સોની મેક્સ પર રજૂ થશે

મેથેમેટિક્સ એવો વિષય છે જેનાથી સારા સારા વિદ્યાર્થીઓ પણ  ગભરાય છે. પરંતુ શકુંતલા દેવી માટે આ મેથ્સ ચપટીનો ખેલ હતો. આ માટે તેમને ‘હ્યુમન કમ્પ્યૂટર’ કહેવામાં આવતા હતા. આ ડિસેમ્બર સોની મેક્સ પોતાના દર્શકો માટે રજૂ કરી રહી છે ફિલ્મ ‘શકુંતલા દેવી’. આ ફિલ્મમાં શકુંતલાજીની ભૂમિકા વિદ્યા બાલને નિભાવી છે.

તેમની આત્મકથાનો ડ્રામા છે. આમાં અન્ય ભૂમિકાઓ નિભાવી છે જિશ્શૂસેન ગુપ્તા, સાન્યા મલ્હોત્રા અને અમિત સાધે. મેથેમેટિક્સની મસ્તીથી ભરપૂર ફિલ્મનું વર્લ્ડ ટેલીવિઝન પ્રીમિયર નિહાળો, આ ડિસેમ્બર ૨૭ તારીખે, બપોરે ૧૨.૦૦ કલાકે.

વિદ્યાબાલને કહ્યું કે,  સોની મેક્સ પર પોતાની ફિલ્મ શકુંતલા દેવીનું વર્લ્ડ ટેલીવિઝન પ્રીમિયર જોવા માટે હું ખૂબ આતુર છું. આ ફિલ્મ અને ખાસ રીતે આમાં પ્લે કરવામાં આવેલ મારું કેરેક્ટર મારા દિલની ખૂબ નજીક છે. મને ખુશી છે કે કે નેશનલ ટેલીવિઝન પર વર્લ્ડ ટેલીવિઝન પ્રીમિયર રૂપે રિલીઝ હોવાથી આ ફિલ્મ ખૂબ મોટા દર્શક વર્ગ સુધી પહોંચી શકશે.

શકુંતલા દેવી પોતાની વિલક્ષણ પતિભા માટે વિશ્વવિખખ્ત તો હતી જ, પણ પોતાના સમયથી ઘણી આગળ પડતી મહિલા હતી. તેમની જિંદગીથી જોડાયેલી આ ફિલ્મનું નિર્દેશન કર્યુ છે અનુમેનને. શકુંતલાજી જીવન પોતાની શરતો પર અને સદા બેફિકર થઇને જીવ્યા. આ ફિલ્મ એક રીતે તેમના જીવન તથા તેમની પ્રતિભાનું સમ્માન છે જેમાં તેમની માં નું સ્વરૂપ, તેમની ખામીઓ પણ સામેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.