Western Times News

Gujarati News

સંજય દત્તે “કેજીએફ ચેપ્ટર ૨”નું શૂટિંગ પૂરું કરી લીધું

મુંબઈ: સાઉથ સુપરસ્ટાર યશની ફિલ્મ કેજીએફને ભવ્ય સફળતા બાદ તેના ફેન્સ કેજીએફ ચેપ્ટર ૨ની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. આ ફિલ્મમાં બોલિવુડ એક્ટર સંજય દત્ત પણ જાેવા મળવાના છે. ફિલ્મમાં સંજય દત્ત અધીરાના રોલમાં જાેવા મળશે. સંજય દત્ત અને યશની આ મોસ્ટઅવેટેડ ફિલ્મની સેટથી કેટલીક તસવીરો સામે આવી છે. કેજીએફ ચેપ્ટર ૨નું શૂટિંગ લાંબા સમયથી હૈદરાબાદની ફિલ્મ સિટીમાં ચાલી રહ્યું હતું. જ્યાં ફિલ્મનું ક્લાઈમેક્સ શૂટ કરવામાં આવી રહ્યું હતું. જેનું શૂટિંગ ખતમ થઈ ગયું છે.

આ સિવાય સંજય દત્તે પણ પોતાના ભાગનું શૂટિંગ આટોપી લીધું છે. ફિલ્મના ક્લાઈમેક્સનું શૂટિંગ પૂરું થવા પર ફિલ્મના ડિરેક્ટર પ્રશાંત નીલે પોતાના ટિ્‌વટર હેન્ડલથી લોકેશનની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં સંજય દત્ત અને યશ એકસાથે જાેવા મળી રહ્યા છે. આ સિવાય ફિલ્મની ક્રૂ પણ આ તસવીરમાં જાેવા મળી રહી છે. આપને જણાવી દઈએ કે, ફિલ્મમાં સંજય દત્ત વિલનના રોલમાં જાેવા મળવાના છે.

તસવીરોને શેર કરવાની સાથે પ્રશાંત નીલે લખ્યું છે કે, આ કોઈ જબરદસ્ત રોમાંચ, પાગલપન અને મસ્તીથી ભરપૂર હોવા સિવાય બીજુ કંઈ નથી. પૂરી ટીમે સારું કામ કર્યું. સંજય દત્ત રિયલ લાઈફમાં પણ યોદ્ધા છે.

યશની સાથે કામ કરવું તે કોઈ ટ્રિટથી ઓછું નથી. જાેશથી ભરેલું ક્લાઈમેક્સ પૂરું થયું. આખી દુનિયાની સાથે કેજીએફ ચેપ્ટર ૨ જાેવા માટે રાહ જાેઈ શકતો નથી. કેજીએફ ફિલ્મની સિક્વલમાં યશ અને સંજય દત્ત સિવાય રવીના ટંડન પણ મહત્વના રોલમાં જાેવા મળવાની છે.

આ ફિલ્મમાં તે રામિકા સેનની ભૂમિકા ભજવતી જાેવા મળશે. એક્ટ્રેસે પોતાના બર્થ ડે પર ફર્સ્‌ટ લૂક શેર કર્યો હતો. જેમાં તે મરુન સાડીમાં જાેવા મળી હતી. આ સાથે તેણે લખ્યું હતું કે, ક્રૂરતાથી જવાબ. ઉલ્લેખનીય છે કે, માર્ચ મહિનાની શરૂઆતમાં જ ફિલ્મના મેકર્સે રિલીઝ ડેટની જાહેરાત કરી હતી. જે પ્રમાણે ફિલ્મ ૨૩મી ઓક્ટોબરે રિલીઝ થવાની હતી. જાે કે, વચ્ચે લોકડાઉન નડી જતાં ફિલ્મનું શૂટિંગ અટકી પડ્યું હતું. સરકારે બાદમાં રાહત આપતાં ફરીથી શૂટિંગ શરુ કરવામાં આવ્યું હતું. જે હાલમાં ખતમ થયું છે. ફિલ્મ કન્નડ, તેલુગૂ, મલયાલમ અને હિંદી ભાષામાં રિલીઝ થવાની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.