ટીવી અભિનેત્રી અનિતા હસનંદાનીનું સીમંત યોજાયું
મુંબઈ: યે હૈ મહોબ્બતે’ ફેમ અનિતા હસનંદાની અને તેનો પતિ રોહિત રેડ્ડી પહેલા બાળકના આગમનની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. અનિતા અને રોહિતે ઓક્ટોબર મહિનામાં ફેન્સ સાથે પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. ફેન્સ સાથે ગુડ ન્યૂઝ શેર કર્યા બાદ એક્ટ્રેસ પ્રેગ્નેન્સીના સમયગાળાને સારી રીતે માણી રહી છે.
એક્ટ્રેસ ટૂંક સમયમાં જ બાળકને જન્મ આપવાની છે ત્યારે તેની બીએફએફ અને પ્રોડ્યૂસર એકતા કપૂર તેના માટે બેબી શાવરનું આયોજન કર્યું હતું. જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા છે.
અનિતા હસનંદાનીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ બેબી શાવરની તસવીરો શેર કરી છે. તસવીરોમાં પ્રેગ્નેન્ટ એક્ટ્રે લાઈટ ક્રોમ યલ્લો સાટિન ગાઉનમાં ગોર્જિટસ લાગી રહી છે. બેબી શાવર માટે એક યમ્મી કેક લાવવાની હતી. આ સિવાય સુંદર ડેકોરેશન પણ કરવામાં આવ્યું હતું. બેબી શાવરમાં અનિતા હસનંદાની, રોહિત રેડ્ડી અને એકતા કપૂર સિવાય કરિશ્મા તન્ના, રિદ્ધિમા પંડિત, અદિતિ ભાટિયા , કરણ પટેલ, અંકિતા ભાર્ગવ, ઉર્વશી ધોળકિયા સહિતના સેલેબ્સ ઉપસ્થિત રહ્યા હતા.
અનિતાના બેબી શાવરની તસવીરો એટલી ક્યૂટ છે કે તમારી તેના પરથી નજર જ નહીં. આ તસવીરો શેર કરીને એક્ટ્રેસે એકતા કપૂરનો આભાર માન્યો છે અને લખ્યું છે કે, મારા પર્ફેક્ટ બેબી શાવર માટેનો સમય. આભાર એકતા. તો પાપા-ટુ-બી રોહિતે પણ બેબી શાવરમાંથી પત્ની સાથે એક રોમાન્ટિક તસવીર શેર કરી છે
અને લખ્યું છે કે, બેબીશાવર સારી રીતે થયું. આભાર એકતા કપૂર. આપને જણાવી દઈએ કે, અનિતા હસનંદાની અને રોહિત રેડ્ડી લગ્નના સાત વર્ષ બાદ માતા-પિતા બનવાના છે. અનિતા ફેબ્રુઆરીમાં પહેલા સંતાનને જન્મ આપવાની છે. અગાઉ એક્ટ્રેસે જણાવ્યું હતું કે, ગયા વર્ષે ડાન્સ રિયાલિટી શોમાં ભાગ લીધા બાદ અમે પરિવાર આગળ વધારવાનું નક્કી કર્યું હતું.