નવલખી મેદાનના કૃત્રિમ તળાવમાં થી વન વિભાગની ટીમે સાચા મગરને ઉગાર્યો
વડોદરા કાર્યકારી મ્યુનિસિપલ કમિશ્નર અને જિલ્લા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલની સૂચનાથી સામાજિક વનીકરણ વિભાગ,વડોદરાની ટીમે નવલખી મેદાનમાં બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવમાં થી એક સાચા મગરને ઉગાર્યો છે અને વધુ એક મગર આ તળાવમાં હોવાથી મગર બચાવ અભિયાન ચાલુ રાખ્યું છે.આ તળાવમાં આગામી દિવસોમાં દશામાં ની પ્રતિમાઓનું વિસર્જન થવાનું હોવાથી શ્રીમતી શાલિની એ અગમચેતી રૂપે તાત્કાલિક મગર રેસ્ક્યુની કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી હતી.
ઉલ્લેખનીય છે કે તાજેતરના પુરમાં જિલ્લા કલેકટરશ્રી ની સૂચના થી વન વિભાગે 6 જેટલી રેસ્ક્યુ ટીમો અને આ કામગીરી નો અનુભવ ધરાવતી સેવા સંસ્થાઓની મદદ થી વન્ય જીવોને ઉગારવાનું અભિયાન હાથ ધર્યું હતું.નાયબ વન સંરક્ષક વિનોદ ડામોરના જણાવ્યા પ્રમાણે પુરના અને ભરાયેલા પાણીમાં થી કુલ118 જેટલા વન્ય જીવોને બચાવી લેવામાં આવ્યા હતા જેમાં 25 જેટલા મગર ઉપરાંત કાચબા,અજગર,સાપ,ઇત્યાદિનો સમાવેશ થાય છે.
તેમનું કહેવું છે કે પુરના પાણી ઓસરવા ની સાથે પ્રવાહમાં વહી આવેલા વન્ય જીવો નીકળવાની શકયતા વધી જાય છે.એ સંજોગોમાં જરૂરિયાતના પ્રસંગે નિર્દોષ વન્ય જીવોને સુરક્ષિત ઉગારવા લોકો મોબાઈલ નં.9429558886/9429558883 પર વન વિભાગનો સંપર્ક કરે.