Western Times News

Gujarati News

૧૦૦ની સ્પિડે બાઇક સ્લિપ થતાં યુવકનું મોત નિપજ્યું

પ્રતિકાત્મક

વાપી, દમણના વરકુંડ વિસ્તારમાં એક મોંઘીદાટ વિદેશી બાઈકના ચાલક જયદીપ સિંગે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજયું છે. અકસ્માતનો ભોગ બનેલા બાઈક ચાલક વાપીના એક વેપારીનો પુત્ર હતો અને તે પોતાના મિત્રો સાથે દમણથી વાપી તરફ આવી રહ્યો હતો. ત્યારે દમણના વરકુંડ નજીક વળાંકમાં ૧૦૦ની સ્પીડે દોડી રહેલી બાઈકના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થઈ અને ડિવાઈડર સાથે અથડાતા બાઇકચાલક ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જ્યારે તેની પાછળ બેઠેલા મિત્રને પણ ગંભીર ઇજાઓ થઇ હતી. આપને જણાવી દઇએ કે, વાપીના વેપારી ઓમપ્રકાશ ઠાકુરનો ૩૮ વર્ષીય પુત્ર જયદીપ સિંગ પોતાના મિત્ર સાથે દમણ ગયો હતો.

ત્યાંથી દમણ રહેતા તેના મિત્રનું બાઈક લેવા માટે તેઓ બંને હાર્લી-ડેવિડસન નામના તેના મોંઘાદાટ વિદેશી સ્પોર્ટ્‌સ બાઈક પર વાપી પરત ફરી રહ્યા હતા. એ વખતે જ દમણના વરકુંડ રોડ પર વેપારી પુત્ર પોતાની હાર્લી ડેવિડસન નામની આ બાઇકને ૧૦૦ની સ્પીડે ચલાવવાની શરૂઆત કરી હતી. જાેકે, વરકુંડ નજીક રોડ પર આવતા વળાંકમાં ૧૦૦ની સ્પીડે દોડતી બાઇકને કંટ્રોલ કરવામાં ગફલત ખાઈ જતા બાઈક સ્લીપ થયું હતું અને સીધું જ ડિવાઈડર સાથે અથડાયું હતું. આથી બાઇકચાલક વેપારી પુત્ર જયદીપસિંગને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

આથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેની પાછળ બેઠેલો એનો મિત્ર જીગ્નેશ રાજપૂતને ગંભીર ઈજા થઈ છે. તેમને તાત્કાલિક સારવાર માટે દમણની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું અને અકસ્માતનો ભોગ બનેલાને સારવાર માટે દમણની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આમ ૧૦૦ની સ્પીડે ભાગતા રૂપિયા ૧૦ લાખની કિંમતના વિદેશી બાઈક પર કંટ્રોલ ગુમાવતા જ ઝડપની મજા મોતની સજામાં પરિણમી હતી.

મહત્વપૂર્ણ છે કે, વાપીના આ વેપારી પુત્રને બાઈકનો જબરદસ્ત શોખ હતો. આથી જ તેણે અંદાજે રૂપિયા ૧૦ લાખની કિંમતનું હાર્લી ડેવિડસન નામનું બાઇક ખરીદી હતું. હાર્લી ડેવિડસન નામના આ વિદેશી બાઈકમાં ૮૦૦ સીસી ક્ષમતાનું એટલે કે કારની ક્ષમતા ધરાતું એન્જિન હોય છે. જે ગણતરીની સેકન્ડમાં જ ૧૦૦થી વધુની સ્પીડ પર દોડે છે. આથી આજની યુવાપેઢી ઝડપની મજા માટે આવા મોંઘાદાટ કિંમતી વિદેશી બાઈકનો શોખ રાખતા હોય છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.