ભારત અને વિયેતનામ વચ્ચે સાત કરારો પર હસ્તાક્ષર
નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિયેતનામના વડાપ્રધાન નુએન યુઆન કુક વચ્ચે આજે વર્ચુઅલ શિખર બેઠક યોજાઇ હતી આ બેઠમાં ભારત અને વિયેતનામ વચ્ચે સાત નવા કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતાં જમાં રક્ષા વૈજ્ઞાનિક સંશોધન પરમાણુ અને નવીનીકરણીય ઉર્જા, પેટ્રોકેમિકલ્સ અને કેન્સર ઉપચાર જેવા વિષયોનો સમાવેશ થયા છે.
બંન્ને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી અને દ્રિપક્ષીય હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી
મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વિયેતનામ ભારતની એકટ ઇસ્ટ નીતીનો મહત્વપૂર્ણ આધાર સ્તંભ છે અને ભારતીય પ્રશાંત અભિગમનો મોટો સહયોગી છે વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત અને વિયેતનામ વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સંબોધન ખુબ ઝડપથી વિકસતા જાય છે.મોદીએ કહ્યું કે આવતા વર્ષે બંન્ને દેશ સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્ય બનશે.તેનાથી વૈશ્વિક દ્શ્યમાં સહયોગ વધુ મજબુત થશે.HS