વૃષિકા મહેતા “યે રિશ્તા”ને અલવિદા કહેવાની તૈયારીમાં
મુંબઈ: યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં ચાઈલ્ડ સાઈકોલોજિસ્ટ ડો. રિદ્ધિમાનો રોલ પ્લે કરી રહેલી એક્ટ્રેસ વૃષિકા મહેકા શોને અલવિદા કહેવાની તૈયારીમાં છે. શોમાં ચાલી રહેલા ટ્રેકમાં રસપ્રદ ટિ્વસ્ટ લાવવા માટે એક્ટ્રેસની એન્ટ્રી કરવામાં આવી હતી. જાે કે, આ અઠવાડિયે હવે તે પોતાના ભાગનું શૂટિંગ પૂરું કરી લેશે. વૃષિકાએ આ શોમાં કામ કરવાને અત્યારસુધીનો પોતાનો બેસ્ટ અનુભવ ગણાવ્યો છે.
શોમાં કામ કરવાના અનુભવ વિશે વાત કરતાં વૃષિકાએ કહ્યું કે, યે રિશ્તા ક્યા કહેલાતા હૈના સેટ પરના છેલ્લા અઠવાડિયા અદ્દભુત રહ્યા. આટલી સારી કાસ્ટને છોડીને જઈ રહી છું તેનું દુઃખ છે. શોમાં મારી એન્ટ્રી થઈ ત્યારથી તેઓ ખૂબ સપોર્ટિવ રહ્યા છે. ડો. રિદ્ધિમાના રોલમાં ઘણા લેયર્સ છે અને તે પ્લે કરતાં મને સમજાયું કે અભિનયની કળા કેટલી મહત્વની છે. મેં ઘણા શો કર્યા છે અને આ શોએ મારી ક્ષમતાને બહાર લાવવામાં મદદ કરી છે.
સીરિયલે મને એક્ટર તરીકે કળાનું મૂલ્ય સમજાવતા શીખવ્યું છે. હું આ માટે આભારી છું. તેણે વધુમાં ઉમેર્યું કે, આ રોલ અને તક આપવા માટે હું ખરેખર રાજન શાહી સરની આભારી છું. તેઓ ખૂબ ઉત્સાહ પૂરો પાડનારા રહ્યા છે. આ જર્ની દરમિયાન તેઓ મારા માટે પ્રેરણારુપ રહ્યા. આ વર્ષે મને આ બેનર હેઠળ કામ કરવા મળ્યું તે માટે હું પોતાને નસીબદાર માનું છું.
વાતચીત કરતાં એક્ટ્રેસે શિવાંગી જાેશી (નાયરા) અને મોહસિન ખાન (કાર્તિક) સાથે કામ કરવાના અનુભવ વિશે જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે, ‘તેઓ બંને ખૂબ મહેનતુ અને સમર્પિત એક્ટર્સ છે. પહેલા દિવસથી જ તેમણે મને ખૂબ સપોર્ટ કર્યો છે. મોહસીન અને શિવાંગી સ્મોલ સ્ક્રીનના ફેવરિટ સ્ટાર્સમાંથી એક છે. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં કાર્તિક અને નાયરા તરીકેની તેમની જાેડી ઘરે-ઘરે પ્રખ્યાત છે. બંનેને આ શો સાથે જાેડાયે ઘણા વર્ષો થઈ ગયા છે અને દર્શકોના દિલમાં હજી સુધી તેમનું સ્થાન અકબંધ છે.