પતિએ પત્નીની હત્યા કરીને લાશ ઘરમાં દાટી દીધી
જામનગર: હાલારના છેવાડે આવેલા ઓખા નજીકના શંખોદ્વાર બેટ તરીકે વિશ્વવિખ્યાત એવા બેટ-દ્વારકા ટાપુ પર પતિએ પોતાના પત્નીને જ મોતને ઘાટ ઉતારી મૃતદેહને ઘરમાં જ દાટી દીધાની ઘટના સામે આવી છે. જાેકે, પત્નીની હત્યા કરનાર હત્યારો પતિ ફરાર થઈ જતા મોડી રાત્રે એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને હત્યારા પતિને શોધવા કવાયત હાથ ધરી છે.
યાત્રાધામ દ્વારકા જે જિલ્લામાં આવેલું છે. તે દેવભૂમિ દ્વારકા જિલ્લાના છેવાડે આવેલ ઓખા નજીકના બેટ ટાપુ પર બેટ-દ્વારકાની વારીવાળી ગલીમાં રહેતા સાલેમામદ સિદીક ચમડિયા નામના વ્યક્તિએ પોતાની પત્ની હવાબેનને મોતને ઘાટ ઉતારી તેમના ઘરમાં જ મૃતદેહ દાટી દેવાની ઘટના બનવા પામી છે.
પત્નીને મોતને ઘાટ ઉતાર્યા બાદ પતિ ભાગી છુટ્યો છે. આખા ગામમાં અરેરાટી વ્યાપી જેથી આ ઘટનાને પગલે નાના એવા બેટમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનાની જાણ થતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને પોલીસને જાણ થતાં જ પોલીસ કાફલો દોડી હત્યારા પતિને શોધવા કવાયત હાથ ધરી હતી. બેટ-દ્વારકામાં લોક મુખે થઈ રહેલી ચર્ચા મુજબ, છેલ્લા કેટલાય સમયથી હવાબેન રિસામણે હતા અને ઘરકંકાસમાં જ હવાબેનને તેમના પતિ સાલેમામદ ચમડિયા દ્વારા મોતને ઘાટ ઉતારી દીધાનું ચર્ચાઈ રહ્યું છે.
જાેકે, આ અંગે હાલ પોલીસ દ્વારા કોઇ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. હાલ તો, સમગ્ર ગુજરાતમાં ધૃણાસ્પદ બનેલા આ બનાવને લઇને પત્નીને મોતને ઘાટ ઉતારી ઘરમાં દાટી દેનાર પતિને શોધવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા દ્વારા ખાસ એલસીબી અને ઓખા પોલીસને સુચના આપતા મોડી રાત્રે પોલીસનો કાફલો બોટ મારફતે બેટ દ્વારકા ખાતે પહોંચ્યો હતો અને ભાગી છૂટેલા હત્યારા પતિને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
બેટ દ્વારકામાં બનેલા અતિ ચર્ચાસ્પદ પત્નીને પતિએ મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતાના ઘરમાં જ દાટી દેવાના બનાવને પગલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જાેકે મોડી રાત્રે આ સમગ્ર પ્રકરણને લઇને જ્યાં સુધી ફોરેન્સિક તપાસ ન થાય ત્યાં સુધી ઘટનાસ્થળ આસપાસ સ્થાનિક લોકો અને મીડિયાને પણ આ વિસ્તારથી દુર રખાયા છે.