Western Times News

Gujarati News

કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્ર સિંઘ શેખાવતને હાઇકોર્ટની નોટિસ

જોધપુર, સંજીવની ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીના કરોડો રૂપિયાના કૌભાંડના કેસમાં રાજસ્થાન હાઇકોર્ટે કેન્દ્ર સરકાર સહિત 17 વ્યક્તિને નોટિસ મોકલી હતી જેમાં કેન્દ્રના પ્રધાન ગજેન્દ્ર સિંઘ શેખાવતનો પણ સમાવેશ થયો હતો.

આ કિસ્સાની વિગતો કંઇક આ પ્રકારની છે. 2008માં રાજસ્થાન સોસાયટી એક્ટ હેઠળ સંજીવની કો-ઓપરેટિવ સોસાયટી રચવામાં આવી. એના પહેલા મેનેજિંગ ડાયરેક્ટર વિક્રમ સિંઘ હતા. જે 17 જણને હાઇકોર્ટે નોટિસ મોકલી છે એમાં વિક્રમ સિંઘનો પણ સમાવેશ થાય છે.

2010માં આ સોસાયટીને મલ્ટિ સ્ટેટ સોસાયટી તરીકે પરિવર્તિત કરાઇ. બોગસ પોસ્ટરો અને પ્રચાર દ્વારા હજારો લોકો પાસે મૂડી રોકાણ કરાવાયું. આશરે 900 કરોડનું આ કૌભાંડ હતું. જેમણે મૂડી રોકાણ કર્યું હતું એમને વ્યાજ કે ડિવિડન્ડ તો ઠીક, મૂળ રકમ પણ પાછી મળી નહોતી.

રાજસ્થાન હાઇકોર્ટમાં આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. હાલ રાજસ્થાન હાઇકોર્ટની જોધપુર ડિવિઝનલ બેંચ સમક્ષ એની સુનાવણી નીકળી હતી. હાઇકોર્ટે કેન્દ્ર સરકારને પણ નોટિસ મોકલી હતી.

આ કૌભાંડની પાછળ મેનેજિંગ ડાયરેક્ટર વિક્રમ સિંઘનું ભેજું હોવાનું કહેવાય છે. તેમની ધરપકડ પણ પોલીસે કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.