કર્ણાટકમાં બીજી જાન્યુઆરી સુધી નાઇટ કર્ફ્યૂ
બેંગાલુરુ, કોરોનાનો ફેલાવો રોકવા અને ઇસાઇ નવા વર્ષની જાહેર ઊજવણી નિમિત્તે થતી ભીડ નિવારવા કર્ણાટક રાજ્ય સરકારે કર્ણાટકમાં બીજી જાન્યુઆરી સુધી નાઇટ કર્ફ્યૂ લાદ્યો હતો. આજથી બીજી જાન્યુઆરી સુધી રાત્રે 10થી સવારે છ વાગ્યા સુધી કર્ફ્યૂ અમલમાં રહેશે એવી જાહેરાત રાજ્ય સરકારે કરી હતી.
અત્યાર અગાઉ આવા જ પ્રકારની જાહેરાત મહારાષ્ટ્ર રાજ્ય સરકારે કરી હતી. ફરક માત્ર એટલો હતો કે મહારાષ્ટ્રે પાંચમી જાન્યુઆરી સુધી કર્ફ્યૂ લાદ્યો હતો. કર્ણાટકે બીજી જાન્યુઆરી સુધી કર્ફ્યૂ લાદ્યો.
યૂરોપના દેશોમાં બીજા પ્રકારનો કોરોના ફેલાઇ રહ્યાના અહેવાલો ધ્યાનમાં રાખીને કર્ણાટકની સરકારે બ્રિટનથી આવતા લોકોનું એરપોર્ટ પર ચેકિંગ કરવાનો આદેશ પણ આપ્યો હતો. 22 ડિસેંબરથી કર્ણાટકમાં આવતા દરેક વિદેશીની આકરી મેડિકલ તપાસ એરપોર્ટ પર જ કરવામાં આવશે અને જરૂર પડ્યે તેમને ક્વોરંટાઉનમાં રાખવામાં આવશે.