અમદાવાદ: કોઈ પણ સ્થળે થર્ટી ફર્સ્ટની પાર્ટી નહીં યોજી શકાય

અમદાવાદ, ૨૦૨૦નું વર્ષ અનેક રીતે સૌથી ખરાબ વર્ષ નીવડ્યું છે. હવે આ વર્ષને પતવામાં ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. તો દર વર્ષની જેમ આ વર્ષે પણ ૩૧ ડિસેમ્બરે પાર્ટી કરવાના અભરખા રાખતાં લોકો આ દિવસની આતુરતાપુર્વક રાહ જાેઈ રહ્યા છે. પણ આ વખતે કોરોનાને કારણે અમદાવાદમાં પાર્ટીનું આયોજન થઈ શકશે નહીં. અમદાવાદની આસપાસ આવેલાં ફાર્મહાઉસમાં પણ પાર્ટી નહીં થઈ શકે. ૩૧ ડિસેમ્બરને લઈ અમદાવાદ પોલીસ એક્શનમાં આવી ગઈ છે. એસજી હાઈવે પર ૩૧ ડિસેમ્બરની ઉજવણી નહીં થાય. ૩૧ ડિસેમ્બરને લઈને પોલીસની ખાસ ડ્રાઈવ યોજાશે. દિવાળી બાદ રાજ્યમાં કોરોનાનાં કેસોમાં વધારો થતાં સરકારે અમદાવાદ સહિતનાં શહેરોમાં નાઈટ કરફ્યૂ લાદવામાં આવ્યો છે. તેવામાં હવે ૩૧ ડિસેમ્બરે પણ કરફ્યૂ યથાવત રહેવાનો છે. અને અમદાવાદમાં ૩૧ ડિસેમ્બરની કોઈપણ પાર્ટીનું આયોજન થશે નહીં. અને જાે પાર્ટી કરતાં પોલીસનાં હાથે પકડાશો તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
આટલું જ નહીં, પણ અમદાવાદ શહેરને અડીને આવેલાં ફાર્મ હાઉસમાં પણ સગાં-સંબંધીઓ કે મિત્રો સાથે પાર્ટી કરી શકાશે નહીં. અને આ માટે પોલીસે અત્યારથી જ વોચ ગોઠવીને રાખી છે. અમદાવાદમાં ખાસ ડ્રાઈવ યોજવામાં આવશે. ચર્ચમાં પણ નાતાલની ઉજવણી ન કરવામાં કહેવામાં આવ્યું છે. પોલીસ કોઈપણ પાર્ટીની પરવાનગી આફશે નહીં. પાર્ટી પ્લોટ પર પોલીસ ચેકિંગ હાથ ધરશે.
અમદાવાદમાં સીસીટીવીથી ૬૧ ગુના નોંધી ૬૪ની અટકાયત કરવામાં આવી છે. તો પીસીઆર વાનમાં ૮૬, વીડિયો ગ્રાફર દ્વારા ૩૬ ગુના નોંધવામાં આવ્યા છે. આમ કુલ નાઈટ કર્ફ્યૂના ૧૨૫૫ ગુના નોંધાયા છે.SSS