જાહેરનામાના ભંગ બદલ અમદાવાદીઓએ અધધધ ૪૯.પ૦ કરોડનો દંડ ભર્યો
પોલીસે ૩૮.૭૯૬ કેસમાં ૪૭.૮ર૭ની અટક કરી
(પ્રતિનિધિ)અમદાવાદ, ગયા વર્ષથી શરૂ થયેલી કોરોનાની મહામારીને કારણે દેશભરમાં લોકડાઉન જાહેરાત કરવામાં આવી હતી. આ દરમિયાન ગુજરાત રાજ્યમાં નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી એપીડેમીક ડિસીઝ એકટ તથા કેટલાંક અન્ય આદેશો જાહેર કરવામાં આવ્યા હતા. ઉપરાંત માસ્ક પહેરવું ફરજીયાત બનાવવામાં આવ્યું હતું અને કમિશ્નરનાં જાહેરનામાનો ઉલ્લંઘન કરતાં નાગરીકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. આ સંદર્ભે તાજેતરમાં અમદાવાદ પોલીસે કાયદાકીય પગલાં લઈને પોલીસે આજ સુધી કુલ ૪૧ કરોડ પ૦ લાખ રૂપિયા જેટલો દંડ ઉઘરાવ્યાનું જાહેર કર્યું છે. જ્યારે વિવિધ કલમો હેઠળ ર૮ હજારથી વધુ કેસ કરીને ૪૭ હજારથી વધુ જેટલી અટકાયત કરી હતી.
માર્ચ મહિનાથી લોકડાઉન કરવામાં આવ્યા બાદ નાગરીકોની સુરક્ષા માટે માસ્ક પહેરવાનો, કફર્યુનો તથા ટોળાં એકત્ર નહી થવા દેવાનાં નિયમો બનાવીઅ. માટે મોટા દંડની પણ જાહેરાત કરવામાં આવી હતી. જેનાં પગલે અમદાવાદ શહેર પોલીસે જાહેરનામાં ભંગનાં કુલ ૩૮,૭૯૬ કેસ કરીને ૪૭,૮ર૭ વ્યક્તિઓની અટક કરી હતી. આ પૈકી જાહેરનામા ભંગના ૧૧,૦૪૪ કેસમાં ૧૭,૧૭પ એપિડેમીક ડીસીસ એક્ટ સંબંધે ૪૬૮ર કેસમાં ૬ર૦પ, કોવિડ સંદર્ભે નોંધેલા હંગામા ભંગનાં ૬ર કેસોમાં ર૬૦, ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ સંબંધે ર૩,૦૦૮ કેસમાં ર૪,૧૮૭ જેટલાં ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી.
આ ઉપરાંત જાહેરનામાનાં ભંગ બદલ ૬૮,૩૧પ વાહનો ડીટેઈન કરીને ૧૯ કરોડ ૪૯ લાખ રૂપિયાનો દંડ વસુલ કર્યો છે. જ્યારે માસ્ક ના પહેરવા બદલ ૩.પ૦ લાખ કેસ કરીને રર કરોડ રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે. આમ કુલ ૪૧.પ૦ લાખ રૂપિયા દંડ પેટે શહેરીજનો પાસેથી વસુલવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે માસ્કનો કાયદો અને ૧૦૦૦ રૂપિયાનો દંડ જાહેર કરવામાં આવ્યો ત્યારથી નાગરિકોમાં રોષ જાેવા મળી રહ્યો છે. અને માસ્ક તથા સંબંધીત અન્ય કાર્યવાહી કરતી વખતે પોલીસ સાથે સામાન્ય નાગરીકો ઘર્ષણમાં ઉતાર્યાના કેટલાંય બનાવો સામે આવ્યાં છે.
બીજી તરફ કેટલાંય પોલીસ કર્મીઓ આ કાયદાઓ હેઠળ તોડબાજી કરતાં કે દબંગાઈ કરતાં હોવાની ફરિયાદો પણ નાગરીકો કરી ચૂક્યાં છે. તાજેતરમાં માસ્ક વગરનાં વ્યક્તિ સાથે મારપીટ કરતાં ખોખરાનાં એક કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જ્યારે ભુતકાળમાં પણ કેટલાંક કિસ્સા બહાર આવતાં પોલીસ કેટલાંક કિસ્સા બહાર આવતાં પોલીસ દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવ્યાં હતા.
આજ સુધી ૧પ૧૯ પોલીસ કોરોના સંક્રમિતઃ ૧૪નું મૃત્યુ
અમદાવાદ, કોરોનાની મહામારીમાં સતત ખડેપગે રહીને પોતાની ફરજનું પાલન કરનાર કેટલાંય પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ પણ કોરોનાની બીમારીનો ભોગ બન્યાં હતા. જેમાંથી કેટલાંકનું અવસાન પણ થયું છે. આ અંગેના આંકડા જાેઈએ તો હાલ સુધીમાં કુલ ૧પ૧૯ પોલીસ અધિકારી/કર્મચારી કોરોનાની બિમારીનો ભોગ બની ચુક્યાં છે. જેમાંથી ૧૩૧૯ સ્વસ્થ થઈને ડયુટી પર પરત ફર્યા છે. જ્યારે ૧૪નું અવસાન થયું છે. બીજી તરફ ૧૮૬ પોલીસ જવાન હાલમાં પણ કોરોનાં સંક્રમિત છે. જેમની સારવાર વિવિધ હોસ્પિટલોમાં ચાલુ છે.