આ ક્રિસમસની ઉજવણી સારી તંદુરસ્તી સાથે આ હેલ્ધી વાનગીઓથી કરીએ
શા માટે આ વર્ષે, તમારા જૂના અને મનપસંદ એવા ક્રિસમસ ની વાનગીઓમાં કેલિફોર્નિયા અખરોટ નો ઉમેરો કરી ને તાજગી અનુભવીએ નહીં ! એક સુંદર ક્રંચી, ક્રીમી સ્વાદ અને પોષણથી ભરપૂર, કેલિફોર્નિયા અખરોટ તમારા હોલિડે ની ઉજવણીઓને ખાસ બનાવવા માટે સંપૂર્ણ છે. પોષક તત્વોનો શક્તિવર્ધક, કેલિફોર્નિયા અખરોટ ઓમેગા -3 ફેટી એસિડ (2.5 જી / 28 જી), એન્ટીઓક્ષીકિસડન્ટ અને ફાઇબરનો ઉત્તમ સ્રોત છે. નટી સ્વાદ માટે જાણીતી અખરોટ જડપથી બનતી દરેક વાનગીઓ ને મનપસંદ બનાવે છે.
કેલિફોર્નિયા વોલનટ ચોરિઝો ફ્રિટાટા- શેફ સબ્યાસાચી ગોરાઈ દ્વારા
સામગ્રી વોલનટ ચોરીઝો
½ કપ કેલિફોર્નિયા અખરોટ 1/3 કપ ગારબાંજો બીન્સ, પાણી થી ધોઈને, સૂકા કરેલ
3 ટેબલ સ્પૂન લાલ મરી, શેકેલા, 1 ટેબલ સ્પૂન મોન્ટેરી જેક ચીઝ, છીણેલું
½ ટેબલ સ્પૂન ઓલિવ તેલ, 1 ટી સ્પૂન પેપ્રિકા, ½ ટી સ્પૂન તાજા લસણ, ના નાના ટુકડા, ¾ ટી સ્પૂન એંચો મરચું પાવડર
¼ ટી સ્પૂન સૂકો ઓરેગાનો, .1/4 ટી સ્પૂન કોશેર મીઠું અથવા દરિયાઈ મીઠું
. ¼ ટી સ્પૂન ક્રશ કરેલું જીરું, 1/8 ટી સ્પૂન ક્રશ કરેલા ધાણા, સ્પીનચ અને ચોરીઝો ફ્રિટાટા, ½ ટેબલ સ્પૂન ઓલિવ તેલ, ¼ સમારેલી ડુંગળી
¼ કપ પીલા કેપ્સીકમ ના ટુકડા, 1 ટી સ્પૂન જેલોપેનો ના નાના ટુકડા
1 કપ પાલક, તાજી, અધકચરી ક્રશ કરેલી , 4 ઇંડા, બીટ કરેલા
¼ કપ મોન્ટેરી જેક છીણેલું ચીઝ, કોશેર મીઠું અને , સ્વાદ મુજબ મરી, કેલિફોર્નિયા અખરોટ, રોસ્ટેડ, સમારેલી (વૈકલ્પિક)
લીલા ડુંગળી, ની સ્લાઈસ (વૈકલ્પિક), ધાણા પાંદડા (વૈકલ્પિક)
રીત :
1. ચોરીઝો તૈયાર કરવા માટે બધી સામગ્રી ને ફૂડ પ્રોસેસર માં મૂકો. બધુ મિક્ષચર બરાબર ક્રશ થઈ ને એકબીજાને ચોટી જાય ત્યાં સુધી ક્રશ કરો. એક નાની નોન-સ્ટીક પેન માં કૂકિંગ ઓઇલ ને 5 મિનિટ માટે સતત હલાવતા રહો.
2. ફ્રિટાટા તૈયાર કરવા માટે, અગાઉથી 180 ડિગ્રી સે.તાપમાને પ્રિહીટ કરેલા ઓવન માં મધ્યમ તાપ પર એક નાની પેન માં તેલ ગરમ કરો. ડુંગળી ઉમેરો અને 5 મિનિટ માટે કૂક થવા દો. કેપ્સીકમ અને જેલપેનો ના ટુકડા ઉમેરી તેને થોડા વધારે મિનિટ માટે ઉકાળી અને કૂક થવા દો. સ્પિનચ બરાબર ઓગળી ને નરમ થાય ત્યાં સુધી તેને ઉકળવા દો. ચોરીઝો નું મિશ્રણ 2/3 ભગ જેટલું થાય ત્યાં સુધી ઉકળવા દો.
3. પેનમાં ઇંડા ઉમેરી તેને સતત હલાવતા રહો જ્યાં સુધી બરાબર સેટ ન થાય ત્યાં સુધી 1 મિનિટ માટે ઉકળવા દો.
4. પેન ને ઓવન માં ટ્રાન્સફર કરો અને ઇંડા સેટ થાય ત્યાં સુધી 10 મિનિટ માટે કૂક થવા દો. ચોરીઝો ની ઉપર તમારી ઇચ્છા મુજબ અખરોટ ની સાથે લીલી ડુંગળી અને ધાણા પત્તા સ્પ્રિંકલ કરો.
ક્રોસ્ટિની વીથ વોલનટ પારમેસન ક્રીમ- શેફ સબ્યાસાચી ગોરાઈ દ્વારા
સામગ્રી
3/4 કપ કેલિફોર્નિયા વોલનટ નો અડધો ભાગ, 2/3 કપ પાણી, 1 લસણ ની કળી, 4 ટી સ્પૂન ઓલિવ તેલ
3/4 કપ શેવ્ડ પારમેસન ચીઝ, 1/4 ટી સ્પૂન અથવા સ્વાદ મુજબ દરિયાઈ મીઠું, 24 ત્રાશી કાપેલી બેગ્યુએટ સ્લાઈસ
ટોપિંગ્સ
1/4 કપ બેસિલ ની પેસ્ટ, 2 ચમચી સ્મોક કરેલા સૂકા ટમેટાં ના ટુકડા, 1/2 કપ રોસ્ટ કરેલા કેલિફોર્નિયાના અખરોટના મોટા ટુકડા, તાજી કાપલી બેસીલ અથવા માઇક્રોગ્રીન્સ (ગારનીશિંગ માટે વૈકલ્પિક),
રીત, 1. નાના બ્લેન્ડરમાં અખરોટ, પાણી અને લસણ મૂકો. મિશ્રણ હળવું અને ફ્લફી થાય ત્યાં સુધી બ્લેન્ડ કરો, એને નીચે ની બાજુએ રાખો. તેની ઉપર પારમેસન ચીઝ અને મીઠું ઉમેરો અને મિશ્રણ બરાબર સ્મૂથ થાય ત્યાં સુધી ફરીથી બ્લેન્ડ કરો. (1 દિવસ અગાઉ તૈયાર કરી અને ફિટ ઢાંકીને રેફ્રિજરેટરમાં મૂકી શકો છો.)
2. અગાઉ થી પ્રિહીટ કરેલા ઓવન માં 200 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર બેગ્યુએટ ના દરેક ટુકડાની એક બાજુ સરખી માત્રા માં બ્રશ કરી 8 થી 10 મિનિટ માટે અથવા થોડું બ્રાઉન થાય ત્યાં સુધી બેક કરો.
3. દરેક ની ટોચ ઉપર લગભગ 1 ટેબલ સ્પૂન પેસ્ટો અને 1 1/2 ટી સ્પૂન વોલનટ ક્રીમ લગાવો.
4. ટામેટાં અને અખરોટ સ્પ્રિંકલ કરો. અને બેસીલ અથવા માઇક્રોગ્રીનથી ગારનીશ કરો.
ક્રિસમસ ફ્રૂટ એન્ડ વોલનટ કેક- નેહા દિપક શાહ દ્વારા
સામગ્રી
1/2 કપ દૂધ +1 ટી સ્પૂન વિનેગાર / ચૂનાનું નીતર્યું પાણી, છાશ માટે
1/2 કપ રોસ્ટેડ સમારેલા કેલિફોર્નિયા અખરોટ
2 ટેબલ સ્પૂન ખાંડ, ¼ કપ બ્રાઉન સુગર
થોડીક નારંગી ની છાલ, 1 ટી સ્પૂન વેનીલા એસેન્સ
¼ કપ ઓગળેલું બટર, થોડું દૂધ,બ્રશિંગ કરવા માટે આઇસીંગ સુગર ટોચ પર ડ્સ્ટિંગ કરવા માટે
પલાળવા માટે ¼ કપ ફળોનો રસ (મેં તાજા નારંગીનો રસ વપરાય છે) 2-3 ટેબલ સ્પૂન તુટી ફ્રુટ્ટી, 1 ટેબલ સ્પૂન ગોલ્ડ દ્રાક્ષ
1 ટેબલ સ્પૂન બ્લેક કરન્ટ્સ, 1 ટેબલ સ્પૂન ક્રેનબેરી
2 ટેબલ સ્પૂન સૂકા અને કેન્ડીડ મિશ્રિત ફળો (કિવિ, અનાનસ, નારંગી), 2-3 નરમ ખજૂર
ડ્રાય મિક્સ માટે 1 કપ આખા ઘઉં નો લોટ, 1 ટેબલ સ્પૂન કોર્નફ્લોર, 1 ટી સ્પૂન બેકિંગ પાવડર, .1/2 ટી સ્પૂન બેકિંગ સોડા, . ¼ ટી સ્પૂન તજ પાવડર, . ¼ ટી સ્પૂન સૂંઠ પાવડર, 2 ચમચી દૂધ પાવડર, એક ચપટી જાયફળ (વૈકલ્પિક)
રીત :
1. સૌ પ્રથમ ફળોને રસમાં પલાળો. તે બધાને સારી રીતે ભેળવી દો અને એક કલાક માટે એક બાજુ પર મૂકી રાખો.
2. સુકા મિશ્રણ માટે, બધી વસ્તુ (બધા ડ્રાય મિક્સ સામગ્રી) ને એક સાથે કાઢી લો અને બાજુ પર મૂકી રાખો.
3. છાશ માટે દૂધમાં વિનેગાર / ચૂનાનો રસ મિક્ષ કરી દો અને તેને બરાબર 10 મિનિટ માટે બાજુ પર મૂકો.
4. હવે સમારેલા અખરોટ લો અને તેમાં ½ ટી સ્પૂન સુકા મિશ્રણ ઉમેરો. તેને પણ એક બાજુ રાખો.
5. કેરેમલ સીરપ માટે, એક પેન માં ખાંડ અને 1 ટેબલ સ્પૂન પાણી ગરમ કરો. મિશ્રણ ગોલ્ડન ન થાય ત્યાં સુધી સતત હલાવતા હલાવતા ધીમા તાપે ઉકાળો .
6. એકવાર તે ગોલ્ડન થઈ જાય એટલે તેમાં 4 ટેબલ સ્પૂન પાણી ઉમેરો. અને મિશ્રણ એકરૂપ ન થાય ત્યાં સુધી કૂક કરો.
7. તાપ પરથી દૂર કરો અને ઠંડુ થવા માટે એક બાજુ પર રાખો.
8. હવે, કેક નું બેટર બનાવવા માટે, એક મોટો મિક્ષિંગ બાઉલ લો. તેમાં પલાળેલા ફળો, કેરેમલ સીરપ, બ્રાઉન સુગર, અને નારંગી ની છાલ ઉમેરો તેને બરાબર મિક્ષ કરી લો.
9. તૈયાર છાશ ઉમેરો, અને એક સારૂ મિશ્રણ બનાવો.
10. હવે, સૂકા મિશ્રણના બે ભાગ કરી તેમાં ઉમેરો. પ્રથમ અડધા ભાગમાં ઉમેરો અને બરાબર ભેળવી દો. વધારે મિક્ષ ના કરશો.
11. સૂકા મિશ્રણ ને સરખા પ્રમાણ માં ઉમેરો અને બટર ને ઉમેરી બરાબર મિક્ષ કરો.
12. છેલ્લે, અખરોટ ઉમેરી અને ફરી એકવાર મિક્ષ કરી દો.
13.બેટર ને બેકિંગ ટીનમાં (ચર્મપત્ર કાગળથી પાકા) માં મૂકી અને પ્રિહિટેડ કરેલા ઓવન માં 45 થી 50 મિનિટ માટે 170 ° સે તાપમાને બેક કરો.
14. બહાર કાઢી અને થોડા દૂધ થી બ્રશીંગ કરો. આ કેકને થોડો સમય બહાર મૂકી રાખો.
15. મલમલના કાપડથી ઢાંકી ને 10 મિનિટ માટે તેને બેકિંગ ટીનમાં જ ઠંડુ થવા દો.
16. 10 મિનિટ પછી, વાયર રેક પર તેને વધુ સરળતાથી અને ઠંડુ કરો. જે નીચેના ભાગ ને વધુ નરમ થતો અટકાવે છે.
17. એકવાર સંપૂર્ણ ઠંડુ થયા પછી, ટોચ પર થોડી આઇશીંગ સુગર થી ડસ્ટ કરો.
18. ગારનીશ કરી સ્લાઈસ ને સર્વ કરો અને આનંદ ઉઠાવો!