યુવકે લગ્નની લાલચ આપી ૧૨ દિવસ સુધી દુષ્કમ કર્યુ
રાજકોટ: રાજકોટ શહેરમાં લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ તેમજ ૧૨ દિવસ સુધી શારીરિક સબંધ બાંધી તરછોડી મૂકનાર આરોપીની કુવાડવા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે કુવાડવા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એમસી વાળા એ જણાવ્યું હતું કે, કુવાડવા પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ પહેલા એક ફરિયાદ નોંધાઈ હતી.
જે ફરિયાદ અંતર્ગત રાજકોટના બારવણ ગામે રહેતા અને ખેતી કામ કરી ગુજરાન ચલાવતા પરિવારની ૧૬ વર્ષીય સગીર દિકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું. તો સાથે જ સતત ૧૨ દિવસ સુધી તેની સાથે શારીરિક સંબંધ પણ નિતેશ રમેશભાઈ જેસાણી નામના શકશે બાંધ્યા હોવાનું જણાવ્યું હતું.
ત્યારે સમગ્ર મામલે કુવાડવા પોલીસ મથક દ્વારા અપહરણ તેમજ બળાત્કારના નો ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જે દરમિયાન પીએસઆઇ બી.પી.મેઘલાતર અને ટીમને ચોક્કસ રાહે મળેલ બાતમી ના આધારે આરોપી નિતેશ જેસાણીને ઝડપી લીધો હતો. ત્યારે પોલીસ પૂછપરછમાં આરોપી નિતેશ જેસાણી જણાવ્યું હતું કે તે સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી ગત બે ડિસેમ્બરના રોજ સવારે ઇકો કારમાં ભગાડીને લઈ ગયો હતો.
મોટેરા સ્ટેડિયમમાં જય શાહની ટીમ, સૌરવ ગાંગુલીની ટીમ સામે ફ્રેન્ડલી મેચમાં ૨૮ રને જીતીત્યારબાદ ૧૨ દિવસ સુધી તેને ધમલપર ગામે રાખી હતી. તો સાથો સાથ સતત ૧૨ દિવસ સુધી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ પણ આચર્યું હતું. જાેકે બાદમાં ૧૪ મી ડિસેમ્બરના રોજ તેણે પોતે સગીરાને છોડી મુકતા તે પોતાના ઘરે આવી પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે,
આપણા સમાજમાં એવા કેટલાય કિસ્સાઓ દિનપ્રતિદિન સામે આવી રહ્યા છે કે જેમાં સગીર વયની દીકરીઓ પ્રેમજાળમાં ફસાઈ જતી હોય છે. ત્યારે નિતેશ જેવા વાસના ના ભૂખ્યા હેવાનો લગ્નની લાલચ આપી સગીરાઓને ભગાડી જતા હોય છે. ત્યાર બાદ સગીરા સાથે લગ્ન કર્યા વગર જ તેની મરજી વિરૂદ્ધ તેની સાથે શારીરિક સંબંધ બાંધતા હોય છે.