નાતાલ પર્વ નિમિત્તે કોરોના ગાઈડલાઈનનું પાલન કરી ભરૂચમાં પ્રાર્થના સભા યોજાશે
ચર્ચમાં આવતા તમામ લોકોને મોઢે માસ્ક ફરજીયાત : ૧૦ વર્ષથી નાના વયના અને સિનિયર સિટીઝનોને પ્રવેશ નહીં.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મદિન પવિત્ર નાતાલ પર્વ નિમિત્તે કોરોના ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન ભરૂચના ચર્ચમાં કરવામાં આવશે.તો પ્રાર્થના પણ બે તબક્કા માં યોજવામાં આવશે જેની વચ્ચે સેનિટાઈઝેશન પણ કરવામાં આવનાર છે.
ભરૂચ માં નાતાલના પવિત્ર પર્વની ઉજવણી કોરોનાના કારણે સાદગીપૂર્ણ રીતે કરાશે.ચર્ચ માં નાતાલ નિમિત્તે પ્રાર્થના સભા સોશ્યલ ડિસ્ટનસીસ સાથે યોજાશે. પરંતુ ૧૦ વર્ષ થી ઓછી વય ધરાવનારા અને સિનિયર સીટીઝનોને પ્રવેશ આપવામાં આવશે નહીં.કોરોના ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે.તો ચર્ચ માં આવનાર તમામ લોકોને મોઢે ફરજીયાત મસ્ક રાખવું નહીંતર માસ્ક વગર આવનાર લોકોને પ્રવેશ આપવામાં નહીં આવે.
પ્રાર્થના સભા પણ બે ભાગમાં સોસીયલ યોજવામાં આવશે અને વચ્ચે સેનિટાઈઝેશન કરવામાં આવશે.સોશ્યલ ડિસ્ટન્સ નું કડક પાલન કરવામાં આવશે અને પવિત્ર ચર્ચ બહાર સૂચના પત્રક મુકવામાં આવનાર છે.જે સૂચનાઓનું તમામે પાલન કરવાનું રહેશે.આ સાથે ફાધર જયંતભાઈ પરમારે પ્રેમ અને એકતા અંગે તેમજ વિશ્વ કોરોના મુક્ત થાય તેવી પ્રાર્થના કરવા અપીલ કરી હતી.
આમ વર્ષના અંતિમ દિવસોમાં પણ નાતાલ પર્વની ઉજવણી પર હજુ કોરોનાનો અસર જોવા મળશે ત્યારે નવા વર્ષ માં કોરોના થી વહેલી તકે મુક્તિ મળે તેમ ઈચ્છવુ રહ્યુ.