Western Times News

Gujarati News

કોરોનાના નવા સ્ટ્રેન સામે અમારી વેક્સિન પ્રભાવશાળી : મૉડર્નાનો દાવો

નવી દિલ્હી, ફરી એક વખત દુનિયા પર કોરોના વાયરસનું જોખમ સતત વધી રહ્યું છે. બ્રિટનમાં મળેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેન બાદ દુનિયાની ચિંતા વધી ગઇ છે. આ નવા સ્ટ્રેનના કારણે લોકોના ડરમાં વધારો થયો છે તેમજ અનેક પ્રકારના સવાલો પણ થઇ રહ્યા છે. આ બધા વચ્ચે અમેરિકાની વેક્સિન નિર્માતા કંપની મૉડર્નાએ દાવો કર્યો છે કે તેમણે વિકસિત કરેલી કોરોના વેક્સિન બ્રિટનમાં મળેલા કોરોનાના નવા સ્ટ્રેન સામે પણ સંપૂર્ણ રીતે પ્રભાવશાળી છે.

મૉડર્ના સહિત અનેક દવા કંપનીઓએ કોરોના વેક્સિન બનાવી છે. જેને અમેરિકાને લોકોને આપવાની શરુઆત પણ તઇ ગઇ છે. વા સમયે બ્રિટનમાં કોરોનાનો નવો સ્ટ્રેન મળતા આ વેક્સિનની ઉપયોગિતા અને ક્ષમતા અંગે સવાલ ઉભા થયા છે. લોકોના મનમાં સવાલ છે કે શું આ વેક્સિન નવા સ્ટ્રેન સામે પણ અસરકારક છે કે નહીં?

પોતાના એક નિવેદનમાં મૉડેર્નાએ કહ્યું કે તે કોરોનાના આ નવા સ્ટ્રેન સામે પોતાની વેક્સિનના ટેસ્ટીંગની યોજના બનાવી રહી છે. કંપનીએ જણાવ્યું કે તેમને આશા છે કે તેમની આ વેક્સિન કે જેને હાલમાં જ અમેરિકામાં ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી છએ, તે આ નવા સ્ટ્રેન સામે પણ અસરકારક છે. મૉડર્ના કંપની પોતાની વેક્સિનને ચકાસવા માટે નજીકના સમયમાં જ એડિશનલ ટેસ્ટિંગ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.