Western Times News

Gujarati News

IPLમાં હવેથી 10 ટીમ રમશે, અમદાવાદ ખાતે મળેલી BCCIની AGM બેઠકમાં લેવાયો નિર્ણય

અમદાવાદ, હવે IPLમાં વર્ષ 2020થી 10 ટીમો હશે. આજે અમદાવાદ ખાતે મળેલી BCCIની AGMની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી IPLમાં 8 ટીમો રમતી આવી છે. 10 ટીમની IPL મેચમાં 94 મેચોનું આયોજન થશે જેના માટે લગભગ અઢી મહીનાની ટૂર્નામેન્ટ ચાલશે. તેનાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેલેન્ડર અવ્યવસ્થિત થઈ શકે છે.

નવી ટીમોની ફ્રેન્ચાઈઝી ખરીદવા માટે ગૌતમ અદાણી અને પૂર્વ ફ્રેન્ચાઈઝી પૂણે સુપરજાયન્ટ્સના માલિક સંજીવ ગોયનકા જેવા મોટા નામો રસ ધરાવે છે.

આ સાથે જ IPL દરમિયાન વિદેશી ખેલાડીઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની છે. આ સિવાય પ્રસારણની રકમ પ્રતિ વર્ષ 60 મેચો પ્રમાણે છે. જેના પર ફરીથી વાતચીતની આવશ્યકતા ઉભી થશે. હાલ સ્ટાર ઈન્ડિયા 2018-2022 વચ્ચેની મદ્દત માટે 16,347.50 કરોડ રૂપિયાની ચૂકવણી કરે છે અને તે પ્રતિ વર્ષ 60 મેચો માટે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.