ઇથોપિયામાં બંદૂકધારીઓના ભીષણ હુમલામાં 100થી વધુ લોકોના થયા દર્દનાક મોત
ઇથોપિયા, ઇથોપિયામાં બંદૂકધારીઓના ભીષણ હુમલામાં 100થી વધુ લોકોના મોત નિપજ્યા છે. આ ઘાતક હુમલો બુલેન કાંઉન્ટીના બેકોજી ગામમાં થયો હતો. જાતીય હિંસાથી ઝઝૂમી રહેલા આ વિસ્તારના લોકો પોતાના ઘરોને છોડીને ભાગી રહ્યા છે. આફ્રિકાનો બીજા સૌથી વધુ વસ્તી ધરાવનાર દેશ છે. વર્ષ 2018માં પ્રધાનમંત્રી અબિય અહેમદ સત્તામાં આવ્યા પછી સતત હિંસા થઈ રહી છે.
વડા પ્રધાન અહેમદે લોકત્રાંતિકમાં સુધારાઓ કર્યા છે જેનાથી પ્રાદેશિક હરીફ જૂથો પર તેમની પકડ ઓછી થઈ છે. ઇથોપિયામાં આવતા વર્ષે ચૂંટણીઓ યોજાવાની છે અને જમીન, સત્તા અને કુદરતી સંસાધનોને લઈને તનાવ વધતો જઈ રહ્યો છે. બીજી તરફ, દેશના બીજા ભાગમાં ઇથોપિયન સેના બળવાખોરો સામે લડી રહી છે. ઇથોપિયાની સેના અને વિરોધીઓ વચ્ચે છેસ્સા 6 અઠવાડિયાથી સંઘર્ષ ચાલી રહ્યો છે.
સેના અને બળવાખોરો વચ્ચેના સંઘર્ષથી 9 લાખ 50 હજાર લોકો વિસ્થાપિત થયા છે. બીજી તરફ, બળવાખોરોને કચડી નાખવા માટે સૈન્ય તૈનાત કર્યા પછી, હવે એવી આશંકા સેવાઈ રહી છે કે, અન્ય અશાંત વિસ્તારોમાં સુરક્ષાને લઈને ખાલીપણું પણ થઈ શકે છે. ઇથોપિયા ઓરોમીયા વિસ્તારમાં ઉગ્રવાદનો સામનો કરી રહ્યા છે અને તેઓ લાંબા સમયથી પૂર્વ સરહદ પર સોમાલિયાઈ ઇસ્લામિક આતંકવાદીઓનો ખતરો સામનો કરી રહ્યા છે.