અશોક લેલેન્ડને એઓનનો 2019 માટે એઓન બેસ્ટ એમ્પ્લોયરનો એવોર્ડ મળ્યો
ચેન્નાઈઃ હિંદુજા ગ્રૂપની ફ્લેગશિપ કંપની અને ભારતમાં કમર્શિયલ વ્હિકલ ઉત્પાદકોમાંની એક કંપની અશોક લેલેન્ડ વર્ષ 2019માં પ્રતિષ્ઠિત એઓન બેસ્ટ એમ્પ્લોયર્સ ફોર ઇન્ડિયાની વિજેતા બની છે. આ અતિ પ્રતિષ્ઠિત પુરસ્કાર બેસ્ટ ટેલેન્ટ પ્રેક્ટિસ માટે ચકાસણી થયેલી કંપનીઓ અને સંસ્થાઓને આપવામાં આવે છે, જે બ્રાન્ડને એનાં કર્માચારીઓ દ્વારા સ્પર્ધાત્મક લાભ ઊભા કરવામાં મદદ કરે છે.
બેસ્ટ એમ્પ્લોયર્સ ઇન્ડિયા 2019 એઓનનાં એશિયામાં મુખ્ય અભ્યાસની 12મી એડિશન છે. આ અભ્યાસ એ જાણકારી પર આધારિત છે કે, કર્મચારીઓ સાથે વધારે જોડાણથી શેરધારકોને સારું મૂલ્ય મળવાની સાથે સ્ટાફ ટર્નઓવરમાં ઘટાડો થાય છે અને ગ્રાહકને સંતોષ વધે છે. એઓને વર્ષ 2001માં એશિયામાં બેસ્ટ એમ્પ્લોયર્સ રિસર્ચ શરૂ કર્યો હતો, જેથી કંપનીઓ લોકો દ્વારા ખરાં અર્થમાં સ્પર્ધાત્મક લાભ કેવી રીતે મેળવી શકે છે અને કાર્યસ્થળને સારી પસંદગી કેવી રીતે બનાવવી શકાય એ અંગેનાં પાસાં અંગેની જાણકારી મળે.
આ સીમાચિહ્નરૂપ સફળતા પર ટિપ્પણી કરતાં અશોક લેલેન્ડનાં એચઆર, કમ્યુનિકેશન અને સીએસઆરનાં પ્રેસિડન્ટ શ્રી એન વી બાલાચંદરે કહ્યું હતું કે, “અશોક લેલેન્ડનું આનંદદાયક અને કર્મચારીનું ધ્યાન રાખવાની વાતાવરણ અમારી સફળતાનાં મુખ્ય આધારસ્તંભોમાંનો એક આધારસ્તંભ છે. અમને આનંદ છે કે, અશોક લેલેન્ડને અમારાં ગ્રાહકોની સાથે અમારાં કર્મચારીઓ અને એઓનની ટીમ દ્વારા ભરોસાપાત્ર બ્રાન્ડ તરીકે જોવામાં આવે છે.
અમારાં બ્રાન્ડની ફિલોસોફી ‘આપ કી જીત, હમારી જીત’ છે, જે અમારાં ગ્રાહકોની સાથે અમારાં કર્મચારીઓની સાથે અમારાં હિતધારકો માટે પણ યથાર્થ ઠરે છે. એઓન બેસ્ટ એમ્પ્લોયર્સ લિસ્ટ 2019માં ટોચનું સ્થાન મેળવવાથી અમને કાર્યસ્થળે વધારે સારું વાતાવરણ ઊભું કરવા માટે પ્રેરણા મળી છે, જે અમારાં કર્મચારીઓ માટે પ્રેરણારૂપ છે. આ પુરસ્કાર અમે અમારાં કર્મચારીઓ માટે હાથ ધરેલા પ્રયાસોનો પુરાવો છે. અમે એને મોટી સફળતા તરીકે જોઈએ છીએ, જ્યાંથી અમે ઉદ્યોગ માટે વધારે ઊંચા માપદંડો સ્થાપિત કરવાનું જાળવી રાખીશું.”
આ જાહેરાત પર પોતાનાં વિચારો વ્યક્ત કરતાં એઓનનાં ટેલેન્ટ એડવાઇઝરીનાં ડાયરેક્ટર ડો. આશિષ અમ્બાસ્તાએ કહ્યું હતું કે, “અમને અશોક લેલેન્ડને બેસ્ટ એમ્પ્લોયર્સ ઇન્ડિયાનાં એલાઇટ ગ્રૂપમાં આવકારતાં આનંદ થાય છે. ઓટોમોબાઇલ ઉદ્યોગમાં સ્પર્ધાત્મક વાતાવરણને ધ્યાનમાં રાખીને સંસ્થા યોગ્ય પ્રતિભાની ભરતી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ભવિષ્યનાં લીડરશિપની ભૂમિકા માટે તૈયાર કરે છે. ઉદાહરણરૂપ વારસાગત યોજના અને મેનેજર અસરકારકતાને સંચાલિત કરવા માટે રોડમેપ સંસ્થાને અન્ય સંસ્થાઓથી અલગ પાડે છે.”
અશોક લેલેન્ડ વિશિષ્ટ કેટલીક પહેલો સાથે વિશિષ્ટ કલ્ચર ધરાવે છે, જે કર્મચારીઓને તેમની પ્રતિભા અને ક્ષમતા વિકસાવવાની તક આપે છે. ઇમ્પ્રૂવ અને ચેરમેન્સ એવોર્ડ જેવી પ્રવૃત્તિઓ ટીમોને વ્યવહારિક વિચારોને પ્રદર્શિત કરવા પ્લેટફોર્મ પ્રદાન કરે છે, જેનાથી કંપનીને નાણાકીય રીતે કે કાર્યદક્ષતાની રીતે સકારાત્મક અસર કરી શકે છે. કંપની સ્ટાર્ટ-અપ કલ્ચરમાં માને છે, જે ‘સર્વિસ-મંડી’ જેવી ઓફર વિકસાવવામાં મદદરૂપ થાય છે, જે રોડ-સાઇડ આસિસ્ટન્સ માટે વિશિષ્ટ ડિજિટલ પ્લેટફોર્મ છે અને ગ્રાહકો વચ્ચે હિટ છે. એ જ રીતે કર્મચારીઓ માટેની નીતિ અને ટેલેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ્સ ઉદ્યોગમાં શ્રેષ્ઠ છે તેમજ કર્મચારીઓએ એની સારી એવી પ્રશંસા કરી છે, જેનાં પરિણામે કર્મચારીઓને દર વર્ષે કંપનીની કામગીરી અને કાર્યદક્ષતા વધારવાનાં લક્ષ્યાંક તરફ આગળ વધવાની પ્રેરણા મળે છે.
એઓન હેવિટ્ટ દ્વારા હાથ ધરવામાં આવેલો આ કંપનીઓ અને એનાં કર્મચારીઓનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ લગભગ બે દાયકાથી થાય છે, જેમાં 7,300 આંતરરાષ્ટ્રીય સ્તરની કંપનીઓનું સંશોધન થયું છે. આ અભ્યાસમાં ઊડીને આંખે વળગે એવું તારણ એ જોવા મળ્યું છે કે, કર્મચારીઓ સાથે ઉચ્ચ સ્તરીય જોડાણ, કોમ્પેલિંગ એમ્પ્લોયર બ્રાન્ડ, અસરકારક લીડરશિપ અને હાઈ પર્ફોર્મન્સ કલ્ચર કટિબદ્ધ અને પ્રોડક્ટિવ વર્કફોર્સમાં પરિવર્તિત થાય છે, જે સારાં વ્યવસાયિક પરિણામો આપે છે.